ગુજરાત સરકારનો આદેશ: મધ્યાહન ભોજન માટે ગેસ અગ્રતા
એલપીજી ગેસની અછત વચ્ચે શાળાઓમાં રસોઈ ન અટકે તે માટે કલેક્ટરો અને કમિશનરોને અપાઈ કડક સૂચના

પીએમ પોષણ યોજના ગેસ પુરવઠો

પીએમ પોષણ યોજના ગેસ પુરવઠો
વૈશ્વિક સ્તરે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર ભારતના ઈંધણ બજાર પર પડી છે. ખાસ કરીને એલપીજી (LPG) ગેસના પુરવઠામાં જે તંગી સર્જાઈ છે, તેનાથી શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના એટલે કે પીએમ પોષણ યોજના ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે તાત્કાલિક એક્શન મોડમાં આવીને તમામ જિલ્લા વહીવટી તંત્રને કડક સૂચનાઓ જારી કરી છે.
કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને પત્ર :
પીએમ પોષણ યોજનાના કમિશનર દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને એક ખાસ પરિપત્ર મોકલવામાં આવ્યો છે. આ પત્રમાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે સરકારી શાળાઓ અને એનજીઓ દ્વારા સંચાલિત સેન્ટ્રલાઈઝ્ડ કિચન માટે જરૂરી ગેસનો પુરવઠો કોઈપણ અવરોધ વિના અને અગ્રતાના ધોરણે પૂરો પાડવામાં આવે. કોઈપણ સંજોગોમાં ઈંધણના અભાવે બાળકોનું ભોજન બંધ રહેવું જોઈએ નહીં.
કાયદાકીય બાંહેધરી અને રાજ્યની ફરજ :
સરકારે પરિપત્રમાં એ વાત પર ભાર મૂક્યો છે કે આ યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) 2013 હેઠળ આવે છે. બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના લાખો વિદ્યાર્થીઓને નિયમિત અને પૌષ્ટિક ભોજન પૂરું પાડવું એ રાજ્ય સરકારની કાનૂની જવાબદારી છે. ગેસ એજન્સીઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ પીએમ પોષણ યોજનાના કેન્દ્રોને પ્રાથમિકતા આપે અને પુરવઠામાં કોઈ ઘટાડો ન કરે.
આણંદની શાળાએ કરી હતી પહેલ :
ઉલ્લેખનીય છે કે, ગેસની તંગીની સમસ્યા સૌપ્રથમ આણંદ જિલ્લાની આસોદર પ્રાથમિક કન્યા શાળામાં જોવા મળી હતી. શાળાના આચાર્યએ ભવિષ્યમાં બાળકોને ભૂખ્યા ન રહેવું પડે તે માટે અગાઉથી જ તંત્ર પાસે વધારાના સિલિન્ડરની માંગણી કરી હતી. આ રજૂઆત બાદ રાજ્ય કક્ષાએ પણ આવી જ બૂમો ઉઠતા સરકારે સમગ્ર રાજ્ય માટે એક સમાન નીતિ જાહેર કરીને દેખરેખ વધારી દીધી છે.
દેખરેખ માટે અધિકારીઓની નિમણૂક :
જિલ્લા પુરવઠા અધિકારીઓ અને મહાનગરપાલિકાઓના નાયબ કલેક્ટરોને સ્થાનિક સ્તરે ગેસ સપ્લાય પર સતત વોચ રાખવા જણાવાયું છે. શિક્ષણ વિભાગ અને નાગરિક પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ આ કામગીરીમાં સાંકળવામાં આવ્યા છે. સરકારનો ઉદ્દેશ્ય છે કે વૈશ્વિક સંકટની અસર ગુજરાતના બાળકોના પોષણ અને શિક્ષણ પર ન પડે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.