ભાજપના પ્રદેશ પ્રમુખની આવતીકાલે થશે જાહેરાત! કમલમ ખાતે બૃહદ બેઠક
સી.આર. પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂગની અચાનક બેઠકથી રાજકીય ગરમાવો

મંત્રીમંડળના વિસ્તરણ અને પ્રદેશ પ્રમુખની વરણીને લઈ ભાજપના કાર્યકરોમાં અટકળો

મંત્રીમંડળના વિસ્તરણ અને પ્રદેશ પ્રમુખની વરણીને લઈ ભાજપના કાર્યકરોમાં અટકળો
સુરેશ વણોલ, અમદાવાદ
ગુજરાત વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી બાદ શનિવારે ભાજપની બૃહદ બેઠક યોજાશે. અચાનક ગોઠવાયેલી બેઠકના પગલે ભાજપના કાર્યકરોમાં તરેહ તરેહની ચર્ચા શરૂ થઈ છે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂગ હાજર રહેવાના હોવાથી ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તેવી શક્યતા છે. મંત્રીમંડળના વિસ્તરણ અને પ્રદેશ પ્રમુખની વરણી બાબતે બેઠકમાં ચર્ચા થવાની અટકળોને વેગ મળ્યો છે.
આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂગની ઉપસ્થિતિમાં સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા અને મહાનગર પ્રમુખો, મહામંત્રીઓ, મોરચાના પદાધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાત ભાજપનું સંગઠન એક મંચે ભેગું થવા જઈ રહ્યું હોવાથી આ બેઠકને મહત્વની માનવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકો બેઠકને મંત્રીમંડળના વિસ્તરણ સાથે જોડી રહ્યા છે. તો કેટલાક પાટીલના કાર્યકાળ સાથે બેઠકને જોઈ રહ્યા છે.
અનૂસૂચિત વર્ગ માટેના કાર્યક્રમોની માહિતી આપવા તેમજ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા ‘સંવિધાન દિવસ’ અને કાયદા વિશે જનજાગૃતિ અભિયાન માટે ચર્ચા કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ભાજપના સૂત્રોએ જણાવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે સંવિધાન વિશે જાગૃતિ અને અધિકાર-હકની સમજણ માટે ભાજપે આ પ્રકારનો કાર્યક્રમ હાથ ધર્યો હોવાથી બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવનાર હોવાનું જણાવાયુ છે.
આ બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારી કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઓ, સંગઠન, બુથ લેવલ મેનેજમેન્ટ અને યુવા વર્ગને પક્ષમાં જોડવાના અભિગમ અંગે પણ ચર્ચા કરાશે તેમ સૂત્રોએ જણાવ્યુ છે. જો કે, બેઠકના અચાનક આયોજન અને તમામ પદાધિકારીઓને ફરજિયાત હાજરીનો આદેશ મળતાં રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ બેઠક માત્ર કાર્યક્રમોની સમીક્ષા સુધી મર્યાદિત રહેશે કે પછી પક્ષમાં કોઈ મોટી રાજકીય ઉથલપાથલ થશે તેના ઉપર સૌ કોઈની નજર મંડાઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.