ગુજરાત વિધાનસભામાં ‘ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ-2025’ બીલ મંજૂર
સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં નિષ્ફળ જનાર, ખોટી માહિતી આપનાર માટે દંડની રકમ 200 થી વધારી 1 લાખ કરાઈ

દંડની રકમ ઘટાડવામાં માટે કલેક્ટરોને સત્તા અપાઈઃ દંડની ઓછામાં ઓછી રકમ 10 હજાર કરાઈ

દંડની રકમ ઘટાડવામાં માટે કલેક્ટરોને સત્તા અપાઈઃ દંડની ઓછામાં ઓછી રકમ 10 હજાર કરાઈ
નવા સુધારા હેઠળ સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં નિષ્ફળ નિવડનાર અથવા ખોટી માહિતી આપનાર માટે દંડની રકમ 200થી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે ઓછામાં ઓછો દંડ 10 હજાર રૂપિયા રહેશે. કેટલાક કિસ્સાઓમાં દંડની રકમ 50 હજાર રૂપિયા કરવામાં આવી છે. દંડની જંગી રકમ રાખીને તેને ઘટાડવા માટે કલેક્ટરોને સત્તા અપાઈ છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ તબક્કામાં મહેસૂલ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ ‘ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025’ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958માં મહત્ત્વપૂર્ણ 26 સુધારા કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને સ્ટેમ્પ ડ્યૂટીના ભંગ બદલ દંડની રકમમાં જંગી વધારો અને મિલકત ટ્રાન્સફર માટે નવી જોગવાઈઓનો સમાવેશ થાય છે.
દંડની રકમમાં મસમોટો વધારો કરાયો
નવા સુધારા હેઠળ સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં નિષ્ફળ નિવડનાર અથવા ખોટી માહિતી આપનાર માટે દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે ઓછામાં ઓછો દંડ 10 હજાર રૂપિયા રહેશે. કેટલાક કિસ્સાઓમાં આ દંડની રકમ 50 હજાર રૂપિયા સુધી પણ જઈ શકે છે.
સ્ટેમ્પ ડ્યૂટી કરનાર માટે કડક જોગવાઈ કરવામાં આવી
કલમ 62-ક મુજબ કોઈ વ્યક્તિ પ્રથમવાર સ્ટેમ્પ ડ્યૂટી ન ભરે તો તેને 500 રૂપિયાનો દંડ થશે. બીજી વખત 5 હજાર, ત્રીજી વખત 2 હજાર રૂપિયા અને બે વર્ષની જેલની સજા થશે. નવા સુધારા મુજબ જેલની સજા આપવાની સત્તા કોર્ટને નહીં પણ સ્ટેમ્પ અધિકારીને આપવામાં આવી છે. જે વિવાદાસ્પદ ઠરી શકે.
મૃતકના વારસદારો માટે રાહત કરાઈ
મૃતકની મિલકત વારસદારોને ટ્રાન્સફર કરતી વખતે માત્ર 200 રૂપિયાના સ્ટેમ્પ પર પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાની જોગવાઈ રજૂ કરવામાં આવી છે. આ નિર્ણય સામાન્ય નાગરિકો માટે રાહતરૂપ છે.
ગિરોખત મિલકત પર દંડમાં વધારો
આર્ટિકલ 36માં સુધારો કરીને ગિરોખત (માર્ગેજ) મિલકત માટે 5 હજાર રૂપિયા દંડ નક્કી કરવામાં આવ્યો છે. જે અગાઉ 500 થી 1000 રૂપિયા હતો.
સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાત મુદિદે વધુ સખ્તાઈ
1999 પહેલાં સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાતી નહોતી, પરંતુ હવે 20-25 વર્ષ જૂની બાકી સ્ટેમ્પ ડ્યૂટીના કેસમાં બમણી રકમ ભરવાની ફરજ થશે. 50 હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી બાકી હોય તો 1 લાખ રૂપિયા ભરવા પડશે. તેમજ દર વર્ષે 3 ટકા દંડ ઉમેરવાની જોગવાઈ પણ છે.
ભાડાં કરાર પર નવી જોગવાઈ
રહેણાંક માટે 11 મહિના 39 દિવસના ભાડાં કરાર માટે 500 રૂપિયા અને કોમર્શિયલ માટે 1 હજાર રૂપિયાનો સ્ટેમ્પ ફરજિયાત કરાયો છે. ભાડાં કરાર 15 વર્ષ જૂનો છે અને સ્ટેમ્પ ડ્યૂટી ભરાઈ ન હોય તો 10 હજાર રૂપિયા અને દરેક વધતા વર્ષ માટે 2 ટકા દંડ ભરવો પડશે.
‘ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ-2025’ બીલ વિધાનસભામાં મંજૂર કરાયુ છે. હવે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે અને ગેઝેટમાં પ્રકાશિત થયા બાદ બીલ કાયદો બનશે. કાયદો બન્યા બાદ તેનો તબક્કાવાર અમલ શરૂ કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.