દિવાળીમાં 108 ઈમરજન્સી કોલ્સ વધવાની શક્યતા
108 એ 1,459 એમ્બ્યુલન્સ અને મજબૂત ટેક્નોલોજીકલ તૈયારીઓ સાથે સંપૂર્ણ સજ્જ

108 ઈમરજન્સી કોલ્સ

108 ઈમરજન્સી કોલ્સ
સમગ્ર ગુજરાત ઉત્સાહ અને આનંદ સાથે પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી માટે તૈયાર છે, ત્યારે ગુજરાત 108 એમ્બ્યુલન્સ દ્વારા તહેવાર દરમિયાન ઈમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો થવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ અને ઈમરજન્સી પેટર્નના વિશ્લેષણના આધારે આ પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ ઉત્સવ દરમિયાન ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો છે. સામાન્ય દિવસોમાં જ્યાં સરેરાશ 4,824 ઈમરજન્સી નોંધાય છે, ત્યાં દિવાળીના રોજ 7.77%નો વધારો, નવા વર્ષના રોજ સૌથી મોટો 18.24%નો વધારો અને ભાઈબીજના રોજ 12.11%નો વધારો થવાની શક્યતા છે. ગુજરાત 108 એમ્બ્યુલન્સ સેવા નાગરિકોને મેડિકલ ઈમરજન્સીમાં પ્રતિસાદ આપવા માટે ખડેપગે છે.
મુખ્ય ઈમરજન્સી ટ્રેન્ડ્સ અને ભયજનક સમયગાળો
આગાહી મુજબ, મુખ્ય ઈમરજન્સી ટ્રેન્ડ્સમાં માર્ગ અકસ્માતમાં સૌથી મોટો વધારો થવાની શક્યતા છે. નવા વર્ષે માર્ગ અકસ્માતની ઈમરજન્સીમાં 131.19%નો જંગી વધારો થવાની ધારણા છે, જ્યારે દિવાળી દરમિયાન 83.74% અને ભાઈબીજ પર 62.76%નો વધારો થઈ શકે છે. આ ઉપરાંત, ઈજાઓમાં પણ દિવાળી દરમિયાન 65.31%નો વધારો જોવા મળી શકે છે. ઈમરજન્સીમાં વધારો નોંધાવાની શક્યતાવાળા જિલ્લાઓમાં આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, દાહોદ, મહેસાણા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે. કોલ ભારણનો સંભવિત સમયગાળો બપોરે 12 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીનો રહેશે.
108ની પૂર્વ તૈયારીઓ અને ટેક્નોલોજીકલ સજ્જતા
ઈમરજન્સીનો અસરકારક રીતે સામનો કરવા માટે ગુજરાત 108 એમ્બ્યુલન્સની ટીમ સંપૂર્ણ રીતે સજ્જ છે. મુખ્ય તૈયારીઓમાં ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે ઝીરો લીવ અને વિક ઑફ રોસ્ટરનો અમલ, મુખ્ય હોસ્પિટલો ખાતે ફિલ્ડ અને સુપરવાઈઝરી સ્ટાફની નિમણૂક, તમામ જિલ્લાઓમાં સ્ટેન્ડબાય સપોર્ટ ટીમોની વ્યવસ્થા, એમ્બ્યુલન્સનું એડવાન્સ સર્વિસિંગ અને દવાઓ તથા વપરાશ સામગ્રીનો વધારાનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદની રથયાત્રામાં 108 એમ્બ્યુલન્સ ખડે પગે, 35 ઇમરજન્સી કેસના કોલ મળ્યા
108 હેઠળ સરેરાશ પ્રતિસાદ સમય 14 મિનિટ અને 30 સેકંડ
મજબૂત ટેક્નોલોજી સિસ્ટમ દ્વારા દરેક ઈમરજન્સી માટે સૌથી નજીકની અને યોગ્ય ગુજરાત 108 એમ્બ્યુલન્સનું આપોઆપ એસાઇનમેન્ટ થાય છે અને દરેક કેસનું રીઅલ-ટાઈમ મોનીટરીંગ થાય છે. હાલ ગુજરાત 108 એમ્બ્યુલન્સ સેવા હેઠળ સરેરાશ પ્રતિસાદ સમય 14 મિનિટ અને 30 સેકંડનો છે, જે દેશભરમાં શ્રેષ્ઠ છે. તાજેતરમાં ગુજરાત સરકારે 542 એમ્બ્યુલન્સનું સંકલન કરીને અને 94 નવી એમ્બ્યુલન્સના લોકાર્પણ બાદ 108ની કુલ ફ્લીટ વધીને 1,459 જેટલી થઈ છે, જે સેવાની પહોંચ અને રિસ્પોન્સ ટાઈમને વધુ સુદ્રઢ બનાવે છે.
112 સાથે સંકલન અને નાગરિકોને અપીલ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા શરૂ કરાયેલા ડાયલ 112 જન રક્ષક સેવા પણ હવે ગુજરાત 108 એમ્બ્યુલન્સ સાથે સંકલનમાં છે. નાગરિકો હાલમાં 108 અથવા 112 પૈકી કોઈપણ નંબર પર કોલ કરીને મદદ મેળવી શકે છે. 108 પરિવાર તરફથી તમામ નાગરિકોને હાર્દિક અને સુરક્ષિત દિવાળીની શુભકામનાઓ પાઠવવામાં આવી છે અને અપીલ કરવામાં આવી છે કે વાહન ચલાવતી વખતે, ફટાકડા ફોડતી વખતે અને તહેવારોમાં ભોજન લેતી વખતે સાવધ રહો. જો કોઈ ઈમરજન્સી થાય, તો વિલંબ કર્યા વિના તરત જ 108 ડાયલ કરો. ગુજરાત 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી મેડિકલ સર્વિસ ઝડપી, સક્ષમ અને ગુણવત્તાયુક્ત પ્રતિસાદ દ્વારા માનવ જીવન બચાવવાના મિશન સાથે સતત આગળ વધી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!