અમદાવાદની રથયાત્રામાં 108 એમ્બ્યુલન્સ ખડે પગે, 35 ઇમરજન્સી કેસના કોલ મળ્યા
ગત વર્ષે રથયાત્રામાં 53 ઇમરજન્સી કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે માત્ર 35 કેસ નોંધાયા

ગત વર્ષે રથયાત્રામાં 53 ઇમરજન્સી કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે માત્ર 35 કેસ નોંધાયા

ગત વર્ષે રથયાત્રામાં 53 ઇમરજન્સી કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે માત્ર 35 કેસ નોંધાયા
શહેરમાં આજ રોજ યોજાયેલી 148મી રથયાત્રા ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ. ભક્તોની ભીડ વચ્ચે 108 મેડિકલ ઇમરજન્સી સેવાએ પણ પોતાની જવાબદારી બખૂબી નિભાવી. Benefit News સાથે વાતચીત દરમિયાન 108 ઇમરજન્સીના PRO વિકાસ બીહાનીએ જણાવ્યું કે રથયાત્રાને ધ્યાનમાં રાખી કુલ 15 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી – જેમાંથી 5 મંદિર પરિસરમાં અને 10 રથયાત્રાના રૂટ પર રખાઇ હતી.
35 ઇમરજન્સી કેસ નોંધાયા, કોઈ ગંભીર ન હતોરથયાત્રા દરમિયાન કુલ 35 ઇમરજન્સીના કોલ મળ્યા હતા:
15 વ્યક્તિ બેશુદ્ધ થઈ ગયેલ
6 લોકો પડી ગયા
1 ઉલટી, 1 માથાનો દુખાવો, 1 પેટમાં દુખાવો
અન્ય 11 સામાન્ય તબિયતના કેસ
આમાંથી 15 લોકોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જ્યારે 20 લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે કોઈ પણ વ્યક્તિને ગંભીર ઇજા થઈ નથી.
ગત વર્ષે રથયાત્રામાં 53 ઇમરજન્સી કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે માત્ર 35 કેસ નોંધાયા છે. વિકાસ બીહાનીએ જણાવ્યું કે, “પૂર્વ તૈયારી અને જાહેર જાગૃતિના કારણે આ વર્ષે ઇમરજન્સીના બનાવમાં ઘટાડો જોવા મળ્યો.”
હાથીના કાબૂથી બહાર જવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ પણ શાંતિથી હલરથયાત્રા દરમિયાન એક વખત હાથીના નિયંત્રણ ગુમાવવાથી થોડી બબાલ સર્જાઈ હતી, પણ 108 ની ટિમ અને સ્થાનિક તંત્રે ઝડપથી કાર્યવાહી કરી અને કોઈ જાનહાની થવા થઇ નહોતી.
ભીડ હોવા છતાં પોલીસ, તંત્ર અને શહેરજનોના સહયોગથી એમ્બ્યુલન્સને સમયસર પહોંચી દેવામાં સફળતા મળી. “આ વખતે કોઈ મોટો અડચણો વિના કાર્ય થઈ ગયું, જે સારા સહકારનું પરિણામ છે,” તેમ 108 ટીમે જણાવ્યું. 108 ઇમરજન્સી સેવા રથયાત્રા દરમિયાન જનતાની સેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહી અને ગંભીર ઘટનાઓને ટાળવામાં સફળ રહી. તંત્રની સુચિત તૈયારી અને નાગરિકોનું સહયોગ આ પ્રકારની આયોજનોના સલામત અને સફળ આયોજન માટે આવશ્યક છે.
આ પણ વાંચો--- પુરી રથયાત્રામાં પહેલાં દિવસે 625 લોકોની તબિયત લથડી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!