રાજ્યોને મળતાં નાણાકીય હિસ્સામાં 41 ટકાથી વધારી 50 ટકા કરવા ગુજરાતની માંગ
16માં કેન્દ્રીય નાણાપંચ સમક્ષ રાજ્ય સરકારે મેમોરેન્ડમ રજૂ કર્યુ

16માં કેન્દ્રીય નાણાપંચ સમક્ષ રાજ્ય સરકારે મેમોરેન્ડમ રજૂ કર્યુ

16માં કેન્દ્રીય નાણાપંચ સમક્ષ રાજ્ય સરકારે મેમોરેન્ડમ રજૂ કર્યુ
ગાંધીનગર: કેન્દ્રીય નાણાપંચના અધ્યક્ષ ડો.અરવિંદ પનગઢીયા સહિત ચાર સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણા મંત્રી, મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના અગ્ર સલાહકાર સહિત વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્ય સરકારે કેન્દ્રીય નાણાપંચ સમક્ષ મેમોરેન્ડમ રજૂ કર્યુ હતુ. જેમાં વિભાજ્ય પુલમાં રાજ્યોને હાલમાં મળતા 41 ટકાના હિસ્સામાં વધારો કરીને 50 ટકા કરવા ગુજરાત સરકારે માંગ કરી હતી. આ ઉપરાંત અનેક સૂચનો પણ નાણાપંચ સમક્ષ રજૂ કર્યા હતા.
૧૬મું કેન્દ્રીય ફાયનાન્સ કમિશન ૧ એપ્રિલ ૨૦૨૬થી શરૂ થતા પાંચ વર્ષના સમયગાળાને આવરી લેતો અહેવાલ તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ઉપલબ્ધ કરાવવાનું છે. અહેવાલ આખરી કરતાં પહેલાં રાજ્યોની મુલાકાત લઈને સંબંધિત રાજ્યો સાથે વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરવા ૧૬મું ફાયનાન્સ કમિશન ગુજરાતની મુલાકાતે આવ્યુ છે.
આયોગના અધ્યક્ષ ડો. અરવિંદ પનગઢિયા તથા સભ્યો અજય નારાયણ ઝા, શ્રીમતી એની જ્યોર્જ મેથ્યુ, ડો.મનોજ પાંડા અને ડો.સૌમ્યકાંતિ ઘોષે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણાં મંત્રી કનુ દેસાઈ, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીએ એફિશિયન્સી અને આઉટકમ્સ દર્શાવતા પર્ફોર્મન્સ ઇન્ડિકેટર પર વધુ ધ્યાન આપવું જોઈએ એવો સુઝાવ તેમણે કમિશન સમક્ષ રજૂ કર્યો હતો. ફાયનાન્સ કમિશનનું ધ્યાન દોરતા કહ્યું કે ગુજરાતમાં જે વિશિષ્ટ પરિસ્થિતિ છે તેને પણ આયોગે ફંડિંગ ફાળવણીમાં ધ્યાને લેવી જરૂરી છે.
ગુજરાતમાં શહેરીકરણ વધી રહ્યું છે તો બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં વસતા આદિજાતિ સમુદાયોની પણ પોતાની અલગ અલગ જરૂરિયાતો અને આવશ્યકતાઓ છે. ફાયનાન્સ કમિશનના યોગ્ય સહયોગ અને સમર્થનથી જ આવી આવશ્યકતાઓ પર ધ્યાન આપીને દેશના વિકાસમાં ગુજરાત પ્રભાવી યોગદાન આપી શકશે એમ તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતુ કે, ગુજરાતે પાછલા બે દશકમાં અસાધારણ વિકાસ કર્યો છે. ૨૦૦૧માં દેશના જીડીપીમાં ૬ ટકાથી વધુ યોગદાન આપનારૂ ગુજરાત આજે ૮.૫ ટકાથી વધુ યોગદાન આપે છે.
૧૬માં ફાયનાન્સ કમિશનના અધ્યક્ષ ડૉ. અરવિંદ પનગઢિયાએ ગુજરાતની આર્થિક પ્રગતિની પ્રશંસા કરતા કહ્યું કે, છેલ્લા દસ વર્ષમાં જ્યારે સમગ્ર દેશનો રીયલ જીડીપી ગ્રોથ રેટ એવરેજ ૬ ટકા જેટલો રહ્યો છે તેની સામે ગુજરાતનો રીયલ જીડીપી ગ્રોથ રેટ એવરેજ ૮.૫ ટકાનો છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાત ભારતનું પ્રથમ દક્ષિણ કોરિયા, તાઇવાન બનવા માટે તૈયાર થઈ રહ્યું છે. તેમણે ગુજરાત સરકારે કરેલા પ્રેઝન્ટેશનમાં સુરત ઈકોનોમિક રિજીયન મોડેલ તથા ડિસ્કોમની પણ પ્રસંશા કરી અન્યો માટે પથદર્શક ગણાવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ