કચ્છના ગાંધીધામની પાંચ પેઢીમાંથી ₹ 37 કરોડની GST ચોરી ઝડપાઈ
લાકડાનું રોકડમાં વેચાણ કરી તેના ઉપર લાગતી 18 ટકા GSTની ચોરી કરતા હતા

એક પેઢીમાંથી 43 કરોડ રોકડ અને ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યા

એક પેઢીમાંથી 43 કરોડ રોકડ અને ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યા
કચ્છના ગાંધીધામની પાંચ પેઢીમાંથી ₹ 37 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ છે. અમદાવાદ DGGIએ દરોડા પાડી કરચોરી કૌભાંડને ખુલ્લુ પાડ્યુ છે. ટિમ્બરના વેપારીઓ લાકડાનું રોકડમાં વેચાણ કરી તેના ઉપર લાગતી 18 ટકા જીએસટીની ચોરી કરતાં હોવાનું સામે આવ્યુ છે. એક પેઢીમાંથી રૂપિયા 43 કરોડ રોકડ અને ડિજિટલ ડેટા જપ્ત કરાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
અમદાવાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI)એ ગાંધીધામની પાંચ પેઢીઓમાં દરોડા પાડીને જીએસટી ચોરી અંગે તપાસ હાથ ધરી હતી. એમ. કે. ટિમ્બર કંપની, વી. આર. વૂડ કેમ પ્રા.લિ., એમ. કે. ટિમ્બર એન્ડ ટ્રેડર્સ, શ્યામ વૂડ, સરસ્વતી વૂડ પ્રા. લિ.માં DGGIએ તપાસ હાથ ધરી હતી. જેમાં તમામ પેઢીઓમાંથી ઇમ્પોર્ટેડ વૂડની આયાત કરીને બિલ વગર રોકડમાં વેચાણ કરતા હોવાનું સામે આવ્યુ હતુ.
દરોડા દરમિયાન સરસ્વતી વૂડ પ્રા.લિ.માંથી મળેલા પુરાવાના પાંચ પેઢીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. દરોડા દરમિયાન પાંચ પેઢીઓમાંથી રૂપિયા 37 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ છે. આ ઉપરાંત એક પેઢીમાંથી રૂપિયા 43 કરોડ રોકડ મળી આવી હતી. પેઢીના સંચાલકોના મોબાઇલ ફોન અને લેપટોપ જપ્ત કરી ડિજિટલ ડેટા નેશનલ ફોરેન્સિક લેબોરેટરીમાં વધુ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.