લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, દાહોદમાં વરરાજાની કાર જાનૈયાઓ પર ફરી વળી
અકસ્માત બાદ ડ્રાઇવર કાર છોડીને ફરાર થઈ ગયો, અને પોલીસ ઘટનાની તપાસ શરૂ કરી...

દાહોદમાં કાર અકસ્માત, 15 થી વધુ લોકોને ઇજા...

દાહોદમાં કાર અકસ્માત, 15 થી વધુ લોકોને ઇજા...
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં એક લગ્ન પ્રસંગ દરમિયાન ભયાનક અકસ્માત સર્જાયો. મહુડી ગામથી રાયપુરા ગામ જતાં વરરાજાની કાર અચાનક બેકાબૂ બની અને જાનૈયાઓ પર ફરી વળી, જેના કારણે 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
કેવી રીતે થયો આ અકસ્માત?
પ્રાપ્ત માહિતી અનુસાર, મહુડી ગામથી રાયપુરા ગામે એક જાન પરણવા આવી હતી. ત્યારે વરરાજાની એસયુવી કાર અચાનક બેકાબૂ બની અને લગ્ન મંડપમાં ઉભેલા જાનૈયાઓ પર ફરી વળી. કારના અચાનક ધસી આવવાથી લગ્ન મંડપમાં અરેરાટી મચી ગઈ અને દોડધામ સર્જાઈ.
સદનસીબે જાનહાનિ ટળી, ડ્રાઇવર ફરાર...
આ અકસ્માતમાં 15 થી વધુ જાનૈયાઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, અકસ્માત થયા બાદ કાર ચાલક ગાડી મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.
પોલીસે તપાસ હાથ ધરી...
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરની બેદરકારીને કારણે અકસ્માત થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જોકે ટેક્નિકલ ખામી પણ એક સંભાવના રૂપે જોઈ શકાય. પોલીસ હાલ કારના નંબરના આધારે ડ્રાઈવર અને માલિકની શોધખોળ કરી રહી છે. આ ઘટનાએ શોક અને ભયનું મોજુ ફેલાવી દીધું છે. દાહોદના આ અકસ્માત પછી લગ્ન પ્રસંગોમાં સુરક્ષા અને વાહન વ્યવસ્થાની ગંભીરતા અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.