પાલનપુરમાં વીડિયો વાયરલ કરી યુવતીની આત્મહત્યા
યુવતીના મોબાઇલમાંથી એક યુવક સાથેનું કોલ રેકોર્ડીંગ મળતા પોલીસે તપાસ શરુ કરી

પાલનપુરમાં વીડિયો વાયરલ કરી યુવતીની આત્મહત્યા

પાલનપુરમાં વીડિયો વાયરલ કરી યુવતીની આત્મહત્યા
બનાસકાંઠાના પાલનપુરમાં ચોંકાવનારો બનાવ બન્યો છે જ્યાં એક યુવતીએ આત્મહત્યા કરી લીધી છે પણ આત્મહત્યા કરતા પહેલાં તેણે વીડિયો વાયરલ કરી માફી માગી હતી. પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી. પોલીસ તપાસમાં એક યુવક સાથેનો કોલ અને વીડિયો રેકોર્ડીંગ મળતા પોલીસે અજાણ્યા યુવક સામે પણ તપાસ શરુ કરી છે.
મળતી માહિતી મુજબ બનાસકાંઠાના પાલનપુરમાં એક યુવતીએ આત્મહત્યા કરી લીધી છે પણ તેણે અંતિમ પગલું ભરતાં પહેલા તેણે વીડિયો બનાવીને માફી માગી હતી. ઘટનાની જાણ થતાં પાલનપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી.
પોલીસ તપાસમાં યુવતીના ફોનમાંથી કોલ રેકોર્ડીંગ અને વીડિયો રેકોર્ડીંગ મળ્યા હતા જેમાં કોઇ યુવક સાથે કોલ કરેલા હોવાનું જાણવા મળતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
સમગ્ર મામલે યુવતીના પરિવારે અજાણ્યા યુવકની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ યુવક કોણ છે, યુવતીએ કોને કોને ફોન કરેલા છે તથા યુવતીને આત્મહત્યા કેમ કરવી પડી તે સવાલો અંગે પોલીસે તપાસ શરુ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ