ગઠીયાઓએ હદ કરી, GPSC ના અધ્યક્ષના નામે છેતરપિંડીનો પ્રયાસ
ગઠીયાઓએ પૂર્વ IPS હસમુખ પટેલના ફોટા અને નામનો દુરૂપયોગ કરી એક ટેલીગ્રામ ચેનલ બનાવી લોકો પાસેથી અલગ અલગ સ્કિમમાં રોકારણ કરવા કહેવાયુ.

GPSC ના અધ્યક્ષના નામે છેતરપિંડી

GPSC ના અધ્યક્ષના નામે છેતરપિંડી
ગઠીયાઓએ છેતરપિંડીમાં હવે તો હદ કરી છે. જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલના નામ અને ફોટાનો દુરૂપયોગ કરી, તેમના નામનું ટેલિગ્રામ એકાઉન્ટ બનાવી એક કા ચારની લોભામણી સ્કીમમાં રોકાણની લાલચ આપી છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ ભરતી બોર્ડના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ આઈપીએસ હસમુખ પટેલના નામે ઠગાઈ કરવાના પ્રયાસે ચકચાર મચાવી છે.
સોશિયલ મીડિયાના સદઉપયોગ સામે દુરૂપયોગ પણ વધી રહ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી દરરોજ હજારો લોકો છેતરાઈ રહ્યા છે. તેમ છતાં તેના ઉપર કોઈપણ પ્રકારની લગામ આવી નથી. સાયબર ગઠીયાઓએ આજે તો હદ કરી નાખી છે. પોલીસ ભરતી બોર્ડના પૂર્વ અધ્યક્ષ અને જીપીએસસીના વર્તમાન અધ્યક્ષ હસમુખ પટેલના નામ અને ફોટાનો દુરૂપયોગ કરી ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો છે. ટેલિગ્રામ ઉપર એક કા ચારની લોભામણી સ્કીમ આપી રોકાણકારોને છેતરવાનો પ્રયાસ કર્યો છે. ગઠિયાએ સોશિયલ મીડિયા ટેલીગ્રામ ઉપર હસમુખ પટેલના નામે એક કા ચારની લોભામણી જાહેરાત કરી જેમાં રોકાણ કરવા અને કોઈપણ ક્રિપ્ટો કરન્સીથી ચુકવણી કરવા લાલચ આપી છે.
અગાઉ નિવૃત આઈપીએસના નામે ઠગાઈ કરી હતી
નિવૃત્ત IPS અનિલ પ્રથમના નામે ઓળખ આપી ફર્નિચર વેચવાના બહાને આઠ મહિના અગાઉ છેતરપિંડી કરવામાં આવી હતી. CRPFના અધિકારીની બદલી થતા સામાન વેચવાના બહાને QR કોડ મોકલી 91 હજાર રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. આ મામલે એક વકીલે 3 શખ્સો સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ