ગણેશ પંચાયત મહાપૂજા મહાયજ્ઞનું આયોજન કરાયું
હર્ષાબેન અને ભરત પોપટ પરીવારે કર્યું મહાયજ્ઞનું આયોજન, ૧૦૮ બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત પાઠ કર્યાં

108 બટુક મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત પાઠ

108 બટુક મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત પાઠ
બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેઝ પેજીસના સ્થાપક હર્ષાબેન અને ભરતભાઇ પોપટ પરીવાર તરફથી એપ્રીલ ૦૬, ૨૦૨૫ના રોજ અમદાવાદના શેલા ખાતે આવેલા CLUB-O7 ખાતે ગણેશ પંચાયત મહાપૂજા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. રામ નવમીના પાવન પર્વ પર આ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી ભરતભાઇ પોપટની ષષ્ટીપૂર્તી ઉજવણી સમારોહના ભાગરૂપે ગણેશ પંચાયત મહાપૂજા મહાયજ્ઞનું આયોજન થયું છે. જેમાં ૧૦૮ બટુક મહારાજ ઉપરાંત રાજ્ય અને દક્ષિણના કર્મકાંડી બ્રાહ્મણોએ સામવેદ, અજુર્વેદ, અથર્વેદ અને ઋગવેદના પાઠ કર્યાં હતાં.
આ સમારોહની ઉજવણીના ભાગરૂપે આશીર્વચન આપવા અનંત વિભૂષીત દ્વારકાશારદાપીઠમ પરમ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ (દ્વારકા પીઠ) સાંજે પધારશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.