ગાંધીનગર: ઘરેલું ત્રાસથી પતિએ કેનાલમાં ઝંપલાવ્યું
વિસનગરના યુવકે ઝુંડાલ કેનાલમાં ભાઈની નજર સામે જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસ તેજ.

ઘરેલું ત્રાસથી પતિએ કેનાલમાં ઝંપલાવ્યું

ઘરેલું ત્રાસથી પતિએ કેનાલમાં ઝંપલાવ્યું
ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકની હદમાં સામાજિક સંબંધોને લજવતી એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. સાસરી પક્ષના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને 42 વર્ષીય લક્ષ્મણભાઈ પરમારે પોતાના ભાઈને વીડિયો કોલ ચાલુ રાખી ઝુંડાલ કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. યુવકે અંતિમ ક્ષણોમાં પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, "હું હવે થાકી ગયો છું, મારા બાળકોને તમે સાચવજો."
મળતી વિગતો મુજબ, મૂળ વિસનગરના રાલીસણા ગામના લક્ષ્મણભાઈના લગ્ન 2011માં થયા હતા. લગ્નના થોડા સમય બાદ પત્નીની જીદને કારણે તેઓ સાસરીમાં જ રહેવા ગયા હતા. જોકે, સાસરીમાં પણ તેમને સુખ નસીબ થયું નહોતું. પત્ની અને સાસુ દ્વારા અવારનવાર નાણાંની માંગણી કરી તેમને ટોર્ચર કરવામાં આવતા હતા.
સમયની સાથે સાથે વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 23 ડિસેમ્બરના રોજ આ વિવાદ વકર્યો હતો, જેમાં સાસરી પક્ષના સભ્યોએ ભેગા મળી લક્ષ્મણભાઈને માર માર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ઘટનાની રાત્રે, આઘાતમાં સરી પડેલા લક્ષ્મણભાઈએ અડાલજ પાસેની કેનાલ પર જઈ ભાઈને વીડિયો કોલ કર્યો હતો. પરિવારજનો તેમને બચાવવા કેનાલ પર પહોંચ્યા પણ ખરા, પરંતુ અંધકારમાં મોબાઈલની લાઈટ તરફ તેઓ પહોંચે તે પહેલા જ લક્ષ્મણભાઈએ કેનાલમાં ઝંપલાવી દીધું હતું.
પોલીસે પત્ની, સાસુ અને સાળીઓ સહિત કુલ 6 શખ્સો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.