પૂર્વ Dy. CM નીતિન પટેલનું ફરી વિવાદિત નિવેદન, મુસલમાનોનું ભૂત ગમે ત્યારે ધૂણે
કડીમાં સિંધિ સમાજના ચેટીચાંદ મહોત્સવમાં આપેલા નિવેદન બાદ વિવાદ વકર્યો

સનાતન સંત સમિતિ અધ્યક્ષ ડૉ જ્યોતિર્નાથ મહારાજે વિવાદિત ટિપ્પણી મુદ્દે વિરોધ કર્યો

સનાતન સંત સમિતિ અધ્યક્ષ ડૉ જ્યોતિર્નાથ મહારાજે વિવાદિત ટિપ્પણી મુદ્દે વિરોધ કર્યો
સુરેશ વણોલ, અમદાવાદ
પૂર્વ નાયબ CM નીતિન પટેલે ફરીથી વિવાદિત નિવેદન કર્યુ છે. કડીના ટાઉનહોલમાં યોજાયેલા સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવમાં નીતિન પટેલે કહ્યું હતું કે, મુસલમાનોનું ભૂત ગમે ત્યારે ધૂણે છે. એટલું જ નહિ તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં મુસલમાનોએ કરેલા અત્યાચારો તમારે ભૂલવાના નથી. તેમનું ભૂત ગમે ત્યારે અને ગમે ત્યાં ધૂણે છે. મહારાષ્ટ્રમાં ફરી ઔરંગઝેબનું ભૂત ધૂણ્યું છે. નીતિન પટેલના નિવેદનનો સનાતન સંત સમિતિના અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજે વિરોધ કરી રાષ્ટ્રહિત માટે ભાઈચારો જરૂરી હોવાનું કહ્યું છે.
કડી શહેરમાં સિંધી સમાજ દ્વારા શનિવારે ચેટીચાંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ નાયબ CM નીતિન પટેલે જણાવ્યું હતું કે, સિંધી કોઈ ધર્મ નથી. ભારતના હિન્દુનો ઝુલેલાલ ભગવાનનો સંપ્રદાય છે. પહેલાં સિંધી શબ્દ નહોતો. તેઓ નિરાશ્રિત કહેવાતા હતા. ભારતના ભાગલા પડતાં સિંધી પરિવારો ભારત આવ્યા હતા.
ભારત માતાનાં સંતાન તરીકે અને નાગરિક તરીકે તમે બધા ભળી ગયા છો ત્યારે ભૂતકાળ ભૂલી જવાનો પરંતુ એવી રીતે નહીં ભૂલી જવાનો કે પાકિસ્તાનમાં તમારી સાથે મુસલમાનો એ જે અત્યાચાર કર્યા એ બધું ભૂલી નથી જવાનું. હજુ પણ તમે જુઓ મુસલમાનોનું ભૂત ગમે ત્યારે અને ગમે ત્યાં ધૂણે છે. આપણાં અનેક મંદિરો મુસલમાનોએ તોડી કબજો કરી મસ્જિદો બનાવી દીધી છે.
મહારાષ્ટ્રમાં ઔરંગઝેબનું ભૂત ફરીથી ધૂણ્યું છે. હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ તેનો કંઈક ઉપાય કરશે. મહારાષ્ટ્રના CM આનો ઉપાય કરશે. આપણે કોઈનો વિરોધ નથી પરંતુ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યા. આપણી બહેન દીકરીઓની આબરૂ લૂંટી, આપણી દીકરીઓને ઉપાડી જઈ ફરજિયાત ધર્માંતરણ કરાવ્યું. જે કાળો ભૂતકાળ છે. એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે પણ એમાં જે તકલીફ પડી હોય તેને દૂર કરવામાં મદદરૂપ થવાનું છે.
નીતિન પટેલે મુસ્લિમ સમાજ અંગે કરેલી વિવાદિત ટીપ્પણીનો સનાતન સંત સમિતિના અધ્યક્ષ ડૉ જ્યોતિર્નાથ મહારાજે વિરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, એક તરફ મોહન ભાગવત કોમી એકતાની વાત કરે છે. બીજી તરફ નીતિન પટેલ હિન્દુ મુસ્લિમ કરે છે. 370 ની કલમ, રામ મંદિર જેવા વિષયો હવે પૂરા થઈ ગયા છે. કોમી વૈમનષ્ય ફેલાવવા માટે નવો મુદ્દો લાવ્યા છે. ભાગલા પાડોને રાજ કરોની અંગ્રેજો વાળી નીતિ તેઓ અપનાવી રહ્યા છે. નીતિન પટેલના નિવેદનને હું સખત શબ્દોમાં વખોડું છું. આ પ્રકારના નિવેદન સમાજને મોટું નુકશાન પહોંચાડી શકે છે. રાષ્ટ્રહિત માટે ભાઈચારો ખૂબ જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.