પૂર્વ સીએમ.સ્વ. વિજય રુપાણીનો પાર્થિવ દેહ જોતા પરિવાર ભાંગી પડ્યો
પત્ની અંજલીબેન સહિત પુત્ર અને પુત્રીએ સ્વર્ગર્થને આપી શ્રદ્ધાંજલિ

પત્ની અંજલીબેન સહિત પુત્ર અને પુત્રીએ સ્વર્ગર્થને આપી શ્રદ્ધાંજલિ

પત્ની અંજલીબેન સહિત પુત્ર અને પુત્રીએ સ્વર્ગર્થને આપી શ્રદ્ધાંજલિ
12 જૂન 2025ના રોજ ગુરુવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેક ઑફ થતી જ ક્રેશ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 278 લોકોના મોત થયા છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ છે. 70 કલાક બાદ સ્વ.વિજય રુપાણીનો ડીએનએ તેમના ભત્રીજા સાથે મેચ થયો હતો અને ત્યારબાદ આજે સવારે પાર્થિવ દેહ તેમના પરિવારને સોંપાયો હતો.
16 જૂન 2025ના રોજ સવારે 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. અંજલી રૂપાણી અને તેમના પુત્ર ઋષભ રૂપાણી તથા પુત્રી રાધિકાબેન સહિત પરિવારના અન્ય સભ્યો ગાંધીનગરથી અમદાવાદ પહોંચ્યા હતા. અંતિમ વિદાય દરમિયાન વિજય રૂપાણીની પત્નીએ પતિને ભાવુક વિદાય આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋશિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
આજે સાંજે 5 વાગ્યે રાજકોટમાં રાજકીય સન્માન સાથે વિજય રૂપાણીની અંતિમવિધિ કરવામાં આવશે. ગુજરાત સરકારે 16 જૂન 2025ના રોજ રાજ્યવ્યાપી એક દિવસનો શોક જાહેર કર્યો છે.
દુર્ઘટનામાં વિમાનમાં 242 મુસાફરો અને કર્મચારીઓ સવાર હતા, જેમાંથી એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. વિમાનના 2 બ્લેક બોક્સ મળ્યા બાદ દુર્ઘટનાના કારણો અંગે તપાસ ચાલી રહી છે.
ગઇ કાલે વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'આ દુઃખની ઘડીમાં અમારા રૂપાણી પરિવાર તરફથી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ ફક્ત અમારા પરિવાર માટે જ નહીં, પરંતુ 278 પરિવારો માટે અત્યંત દુઃખદ સમય છે.' તેમણે રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ દુર્ઘટના રાજ્ય માટે એક મોટો આઘાત છે, અને વિજય રૂપાણીના નિધનને લઈને રાજ્યમાં શોકની લાગણી છે. વિજય રૂપાણીના પરિવાર અને પીડિત પરિવારો પ્રત્યે રાજ્ય સરકાર અને જનતા તરફથી સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો--- Ahmedabad ભયાનક પ્લેન ક્રેશની તપાસમાં મળી મોટી સફળતા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.