અમદાવાદના પૂર્વ એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાનીનું જંગી રોકાણ પકડાયું
જમીન દલાલ, શેર બજાર પેઢી અને કારના શો રૂમમાં સંતોષ કરનાનીએ કર્યુ હતું રોકાણ

ગુજરાત અને રાજસ્થાનમાં 11 સ્થળો ઉપર હાથ ધરેલાં સર્ચ ઓપરેશનમાં સામે આવી વિગતો

ગુજરાત અને રાજસ્થાનમાં 11 સ્થળો ઉપર હાથ ધરેલાં સર્ચ ઓપરેશનમાં સામે આવી વિગતો
આવકવેરા વિભાગે પૂર્વ એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાની સાથે સંકળાયેલા સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. ગુજરાત અને રાજસ્થાનના 11 સ્થળો ઉપર કરાયેલા સર્ચ ઓપરેશન બાદ જંગી રોકાણ કર્યાનું બહાર આવ્યુ છે. ગુજરાત એસીબીની ટીમને થાપ આપી આવકવેરા ઓફિસમાંથી ભાગી છૂટેલા એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાનીનું ઈન્ફિનિયમ ટોયોટામાં જંગ રોકાણ કર્યાનો ખુલાસો થયો છે. કારના શો રૂમ સાથે જમીન દલાલની પેઢી અને શેર બજારની એક પેઢીમાં પણ મોટાપાયે રોકાણ કર્યાનું બહાર આવ્યું છે.
આવકવેરા વિભાગે શુક્રવારે અમદાવાદ શહેરના ઇન્ફિનિયમ ટોયોટા પર સર્ચની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ ઇન્કમટેકસ વિભાગના એડિશનલ ઇન્કમટેકસ કમિશનર સંતોષ કરનાનીનું ઇન્ફિનિયમ ટોયોટામાં જંગી રોકાણ પકડાયું છે. આ ઉપરાંત જમીન દલાલની પેઢી અને શેરબજારની એક પેઢીમાં પણ મોટાપાયે રોકાણ હોવાનું બહાર આવ્યું છે. ત્રણ પેઢીના 6 સ્થળે સર્ચ ચાલી રહ્યું છે. સીબીઆઈએ સંતોષ કરનાની સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં ગુજરાત અને રાજસ્થાનમાં 11 સ્થળે સર્ચ હાથ ધર્યું હતું. ગાંધીનગર, અમદાવાદ અને જયપુરમાં કરનાની, તેના સહયોગીઓ, પરિવારના સભ્યો સાથે જોડાયેલી મિલકતો પર સર્ચ કર્યુ હતું. સંતોષ કરનાની અમદાવાદમાં આવકવેરા (સેન્ટ્રલ) રેન્જ-1 ના એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.
સંતોષ કરનાનીએ ₹ 30 લાખની લાંચ માગી હતી
સંતોષ કરનાની સામે વર્ષ 2022 માં ગુજરાત એસીબીએ બિલ્ડર પાસેથી ₹ 30 લાખની લાંચ માંગવાનો કેસ કર્યો હતો. ત્યારબાદ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને વર્ષ 2023માં ચાર્જશીટ કરવામાં આવી હતી. સીબીઆઈએ કરનાની, તેમની પત્ની અને અન્ય વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
શું હતો સમગ્ર મામલો?
CBI એ ગુરુવારે 2005 બેચના IRS અધિકારી અને પૂર્વ એડિશનલ આવકવેરા કમિશનર સંતોષ કરનાની અને તેમની પત્ની આરતી કરનાની સામે અપ્રમાણસર સંપત્તિના કેસના સંદર્ભમાં જયપુર, અમદાવાદ અને ગાંધીનગરમાં 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. CBIની FIR મુજબ કરનાની દંપતિ પર 1.31 કરોડ રૂપિયાની અપ્રમાણસર સંપત્તિ ધરાવવાનો આરોપ છે. જાહેર કરેલી કાયદેસર આવક કરતાં 156.24% વધુ છે. ગુજરાત ACB ની ટીમે આવકવેરા વિભાગમાં તેમની ઓફિસ પર દરોડો પાડી કાર્યવાહી કરતાં ટ્રેપ કાર્યવાહી દરમિયાન હોબાળો મચાવી સંતોષ કરનાની ભાગી ગયો હતો. બાદમાં, સીબીઆઈએ ACB પાસેથી કેસનો કબજો લઈ સપ્ટેમ્બર 2023 માં કરનાની વિરુદ્ધ 30 લાખ રૂપિયાની લાંચ લેવા અને કથિત રીતે ગુપ્ત માહિતી શેર કરવા બદલ ગુનો નોંધ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ