ફ્લાવર શો 2026: બે નવા વર્લ્ડ રેકોર્ડ સર્જાયા
સરદાર પટેલનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ અને ફ્લાવર મંડલા સાથે ગિનિસ બુકમાં હેટ્રિક પૂરી

ફ્લાવર શો 2026 રેકોર્ડ

ફ્લાવર શો 2026 રેકોર્ડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 એ વૈશ્વિક મંચ પર નવો ઇતિહાસ રચી દીધો છે. ભારત એક ગાથા થીમ પર આધારિત આ પ્રદર્શનમાં એક સાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત થયા છે. આ સાથે જ અમદાવાદ ફ્લાવર શોએ સતત ત્રણ વર્ષથી વર્લ્ડ રેકોર્ડ બનાવવાની અદભૂત હેટ્રિક પૂરી કરી છે.
વિશ્વનું સૌથી મોટું ફ્લાવર મંડલા આ વર્ષે પ્રથમ રેકોર્ડ વિશ્વના સૌથી મોટા ફ્લાવર મંડલા તરીકે નોંધાયો છે. DGPS ટેક્નોલોજી દ્વારા કરવામાં આવેલી માપણી મુજબ આ મંડલાનો વ્યાસ 33.6 મીટર અને કુલ વિસ્તાર આશરે 886.789 ચોરસ મીટર છે. આ અગાઉ નક્કી કરેલા બેન્ચમાર્ક કરતા ઘણો મોટો વિસ્તાર ધરાવે છે, જેને ગિનિસ બુક દ્વારા માન્યતા આપવામાં આવી છે.
સરદાર પટેલનું ભવ્ય ફ્લાવર પોર્ટ્રેટ બીજો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના ફ્લાવર પોર્ટ્રેટ માટે મળ્યો છે. 41.17 મીટર લંબાઈ અને 8 મીટર પહોળાઈ ધરાવતા આ પોર્ટ્રેટનો કુલ વિસ્તાર 329.360 ચોરસ મીટર નોંધાયો છે. આ પોર્ટ્રેટ હવે વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ ગણાય છે.
રેકોર્ડની હેટ્રિકનો સિલસિલો અમદાવાદ ફ્લાવર શોએ છેલ્લા ત્રણ વર્ષમાં સતત સિદ્ધિઓ મેળવી છે:
2024: વિશ્વનું સૌથી લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર
2025: વિશ્વનું સૌથી મોટું ફ્લાવર બુકે
2026: ફ્લાવર મંડલા અને સરદાર પટેલનું ફ્લાવર પોર્ટ્રેટ
મુલાકાતીઓ માટે માહિતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 1લી જાન્યુઆરી 2026ના રોજ આ શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન આગામી 22 જાન્યુઆરી 2026 સુધી નાગરિકો માટે ખુલ્લું રહેશે. આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નથી પરંતુ ભારતની સંસ્કૃતિ અને આધુનિક સર્જનાત્મકતાનો બેજોડ સમન્વય છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.