આનંદો..દિલ્હી અને ભુજ વચ્ચે હવે ફ્લાઇટ સેવા શરુ
ભુજ-દિલ્હી વચ્ચે શરૂ થયેલ હવાઈ સેવા એનઆરઆઈ માટે ખુબજ ઉપયોગી સાબિત થશે

ભુજ-દિલ્હી વચ્ચે શરૂ થયેલ હવાઈ સેવા એનઆરઆઈ માટે ખુબજ ઉપયોગી સાબિત થશે

ભુજ-દિલ્હી વચ્ચે શરૂ થયેલ હવાઈ સેવા એનઆરઆઈ માટે ખુબજ ઉપયોગી સાબિત થશે
આજથી દિલ્હી અને ભુજ વચ્ચે નવી ફ્લાઇટ શરુ કરવામાં આવી છે. વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટ ભુજ એરપોર્ટ પહોંચતા વોટર કેનન સલામી આપવામાં આવી હતી. ભુજ-દિલ્હી વચ્ચે શરૂ થયેલ હવાઈ સેવા એનઆરઆઈ માટે ખુબજ ઉપયોગી સાબિત થશે .
છેલ્લાં ઘણા વર્ષોથી ભુજ-દિલ્હી વચ્ચે ફ્લાઇટ શરૂ કરવા માટે અનેક રજૂઆત કરવામાં આવી હતી. આજથી ભુજ-દિલ્હી વચ્ચે નવી ફલાઇટ શરૂ થતાં ભુજથી દિલ્હીનો પ્રવાસ કરતા મુસાફરો, કચ્છી એન.આર.આઇ. લોકો માટે ખુબજ મહત્વની સાબિત થશે. અગાઉ ડાયરકેટ દિલ્લી ફ્લાઇટ નહીં હોવાના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહયો હતો.
ભુજ અને દિલ્લી વચ્ચે હવાઈ સેવા ચાલુ થવાના કારણે સમય અને નાણાંની પણ બચત થશે .આ ફ્લાઇટ દિલ્હી એરપોર્ટથી બપોરે 3 વાગ્યે ઉપડી ભુજ એરપોર્ટ ખાતે 4.30 વાગ્યે આવશે અને ભુજ એરપોર્ટ સાંજે 5.30 વાગ્યે ઉપડી 7 વાગ્યે સાંજે દિલ્હી એરપોર્ટ પહોંચશે.
ભુજ દિલ્લી વચ્ચે નવી ફ્લાઇટ સેવા ચાલુ થવાથી પ્રવાસીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છ પ્રવાસન અને ઑધોગીક રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે દર વર્ષે લાખો પ્રવાસીઓ રણોત્સવમાં આવી રહ્યા છે ત્યારે ભુજ દિલ્હી વચ્ચે ફ્લાઇટ સેવા ચાલુ થવાના કારણે કચ્છના પ્રવાસને પણ વેગ મળશે.
ભુજ એરપોર્ટના ડાયરેક્ટર નવીન કુમાર સાગરે જણાવ્યું હતું કે લોકોની ઘણા સમયથી આ માગ હતી તે આજે પૂર્ણ થઇ રહી છે. દિલ્હી માટે એરઇન્ડિયા દ્વારા ફ્લાઇટ શરુ કરાઇ છે. જેમાં મને આનંદ છે કે પ્રથમ દિવસે 96 ટકા બુકિંગ થયું છે. ઇસ્ટ આફ્રિકા જનારા લોકોને તકલીફ ના પડે તે માટેના પણ પ્રયાસો કરાશે. લોકોને ખુબ ફાયદો થશે. યુરોપ જવા માટે પણ સરળતા રહશે. વિદેશી પર્યટકો પણ વાયા દિલ્હીથી ભૂજ આવી શકાશે. 5500થી 6 હજાર રુપિયાની ટિકીટ થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.