કચ્છમાં ફરીવાર એક દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કંડલા સ્થિત ઇમામી એગ્રો ટેક કંપનીમાં ટાંકા અંદર સફાઇ કામ કરી રહેલા 5 શ્રમિકોના ગૂંગળામણના લીધે મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ઓઇલ ટેન્કની સફાઈ કરતી વેળાએ આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બુધવારે વહેલી સવારે બનેલા આ બનવા અંગે પોલીસ ઉપરાંત ફેક્ટરી ઇન્સ્પેકટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
કંડલા મરીન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ આ ઘટનામાં મૃત્યુ પામનારમાં તમામ પરપ્રાતિય લોકો છે. જેમાં સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકોર નામના કામદારોનું કેમિકલ ટાંકામાં ગૂંગળામણથી મોત નીપજ્યું હતુ. તમામના મૃતદેહોને પીએમ માટે રામબાગ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ શ્રમિકો પરપ્રાંતીય છે.
એગ્રોટેક પેઢીમાં આ ઘટના બની હતી.તેમણે કહ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે કામદારો કંપનીના એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઈમાં રોકાયેલા હતા.
એસપી બાગમારે વધુમાં ઉમેર્યું કે, "જ્યારે એક કર્મચારી ટેન્કમાં રહેલા કાદવને દૂર કરવા માટે ટાંકીમાં પ્રવેશ્યો, ત્યારે તે બેભાન થઈ ગયો. જ્યારે અન્ય બે કામદારો તેને બચાવવા માટે ટાંકીની અંદર દોડી ગયા, ત્યારે તેઓ પણ બેભાન થઈ ગયા. બે અન્ય લોકો તેનું અનુસરણ કર્યું, અને પછી તમામ પાંચ વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા.
બીજી તરફ કંડલા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ખાદ્ય તેલ અને બાયોડીઝલના ઉત્પાદન સાથે સંકળાયેલી ફર્મ ઈમામી એગ્રોટેકમાં આ અકસ્માત થયો હતો. જેમાં સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકુરનું મોત થયું છે. કંપની તરફથી દરેક મૃતકના પરિવારને રૂ.10 લાખની સહાય અપાશે. આ સિવાય લીગલ સહાય પણ હતભાગીઓના પરિવારને મળશે