માર્ચમાં જ ધોમ ગરમી: 40 ડિગ્રી પહોંચવાની આગાહી
અલ નિનોની ભારે અસર: શિયાળો નરમ રહ્યો અને હવે આકરો ઉનાળો તપશે

પારો 40 ડિગ્રી પહોંચવાની આગાહી

પારો 40 ડિગ્રી પહોંચવાની આગાહી
રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ સૂર્યનારાયણે તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. સામાન્ય રીતે એપ્રિલમાં અનુભવાતી ગરમી આ વર્ષે માર્ચના પ્રથમ સપ્તાહમાં જ જોવા મળી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસમાં તાપમાનમાં હજુ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
તાપમાનના આંકડા: છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતના ડીસામાં સૌથી વધુ 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અન્ય શહેરોની સ્થિતિ નીચે મુજબ છે:
અમદાવાદ: 33.3 ડિગ્રી
રાજકોટ: 33.9 ડિગ્રી
ભુજ: 33.8 ડિગ્રી
ગાંધીનગર:32.2 ડિગ્રી
નિષ્ણાતોના મતે, આ વર્ષે હિમાલયમાં મજબૂત 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ'નો અભાવ અને પ્રશાંત મહાસાગરમાં 'અલ નિનો'ની અસરને કારણે ઠંડી ઓછી પડી છે.
ખાસ કરીને નલિયામાં ગત વર્ષે પારો 4.2 ડિગ્રી સુધી ગગડ્યો હતો, જ્યારે આ વર્ષે લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રીથી નીચે ગયું નથી.
આગામી આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાતા મહત્તમ તાપમાનમાં હજુ ૨ થી ૩ ડિગ્રીનો વધારો થશે. મહિનાના અંત સુધીમાં તાપમાન 37થી 39 ડિગ્રી અને કેટલીક જગ્યાએ 40 ડિગ્રી સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૂકા પવનોને કારણે ઉકળાટ અને બફારો વધશે, જેથી બપોરના સમયે હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.