ગાંધીનગર સેક્ટર 4માં લાગેલી આગ ઓલવવા જતા 4 ફાયર ફાયટર્સ ઇજાગ્રસ્ત
ફાયરકર્મી પહોંચ્યા અને ટીપીમાં વિસ્ફોટ થયો

ગાંધીનગર સેક્ટર 4માં આગનો બનાવ

ગાંધીનગર સેક્ટર 4માં આગનો બનાવ
છેલ્લાં કેટલાક સમયથી રાજ્યામાં આગની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે ગાંધીનગરમાં સેક્ટર 4માં ડીપીમાં આગ લાગતા ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જે બ્લાસ્ટના કારણે ચાર કર્મચારીઓ દાઝ્યા હતાં. જેઓને અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે.
ગાંધીનગરના સેક્ટર 4 વિસ્તારમાં ગેસના બાટલામાં જોરદાર બ્લાસ્ટ થતાં આગ ઓલવવા આવેલા 4 ફાયર ફાઈટર્સ ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. તેમની હાલતને જોતાં તાત્કાલિક ધોરણે તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના રાત્રે લગભગ 10 થી 11 વાગ્યાની વચ્ચે બની હતી. જેની જાણકારી મળતાં જ સ્થાનિક રહીશોએ તાત્કાલિક ઈમરજન્સી રિસ્પોન્સ ટીમને જાણ કરી હતી.
આ મામલે ફાયર ફાયટર્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગાંધીનગરના સેક્ટર 4 માં જાહેર શૌચાલયની પાછળ આવેલા ઝુંપડામાં આગ લાગી હોવાની જાણકારી આપતો એક કોલ આવ્યો હતો જેના પર ત્વરિત કાર્યવાહી કરતાં ટીમને રવાના કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચતા જ ટીમ દ્વારા આગ ઓલવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવતા જ શૌચાલયની પાછળ આવેલા આગમાં લપેટાયેલા ઝુંપડામાં ગેસના બાટલામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેની લપેટમાં ફાયર ફાઈટર્સ ટીમના 4 સભ્યો આવી ગયા હતા. ચારેયની હાલત અત્યારે ગંભીર જણાવાઈ રહી છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.
આ ઘટના બાદ ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ કહ્યું કે, ''આગ લાગી હતી ત્યાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી હતી, જ્યાં પહોંચતા બ્લાસ્ટ થયો હતો, જેનાથી પાંચ લોકો ઘાયલ થયા છે. જેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે અમે હોસ્પિટલ પહોંચી તેમના ખબરઅંતર પૂછ્યા અને અત્યારે તેમને સારૂ છે ચિંતાનો કોઈ જ કારણ નથી''
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.