સુરતની આગ હવે કાબુમાં પણ અનેકના સપના થયા રાખ...
મુખ્ય સવાલ એ છે કે બિલ્ડીંગ પાસે જવાનો રસ્તો ન હોવા છતાં બિલ્ડિંગને ફાયર NOC કેવી રીતે અપાઇ?

મુખ્ય સવાલ એ છે કે બિલ્ડીંગ પાસે જવાનો રસ્તો ન હોવા છતાં બિલ્ડિંગને ફાયર NOC કેવી રીતે અપાઇ?

મુખ્ય સવાલ એ છે કે બિલ્ડીંગ પાસે જવાનો રસ્તો ન હોવા છતાં બિલ્ડિંગને ફાયર NOC કેવી રીતે અપાઇ?
સુરત શહેરમાં કાપડ બજારમાં લાગેલી આગ આખરે 30 કલાક પછી કાબુમાં લઇ શકાઇ છે અને હાલ કુલિંગનું કામ શરુ કરાયું છે. વીતેલા 30 કલાકથી આખી ઇમારત આગમાં સળગી રહી હતી. બુધવારે સવારે આ ચાર માળના બજારમાં બીજી વખત આગ લાગી હતી અને ધીમેધીમે હવે આ આખી ઇમારત ભઠ્ઠીમાં ફેરવાઈ ગઈ હતી આ ઈમારતમાં 800 થી વધુ દુકાનો છે પરંતુ હાલત એવી થઇ ગઇ છે કે ફાયર બ્રિગેડની ટીમ પણ અંદર જઈ શકી ન હતી
અગાઉ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીએ આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. ત્યાર પછી 27 તારીખે સવારે 7 વાગ્યાની આસપાસ ફરી આગ ભભૂકી ઊઠી હતી, જેણે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 800થી વધુ દુકાનો ભીષણ આગની લપેટમાં આવી હતી, જેમાંથી 450 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. જેના કારણે અંદાજિત 300થી 400 કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. આગની ઘટનાના પગલે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે જેમાં મુખ્ય સવાલ એ છે કે બિલ્ડીંગ પાસે જવાનો રસ્તો ન હોવા છતાં બિલ્ડિંગને ફાયર NOC કેવી રીતે અપાઇ?
ઉલ્લખેનિય છે કે ચાર માળની ઇમારતમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે લગભગ 30 ફાયર બ્રિગેડના વાહનો કામે લાગ્યા હતા. ફાયર ફાઇટરોના મતે, એવું લાગે છે કે ઉપરના માળે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. ઇમારતમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ કૈલાશ હકીમે જણાવ્યું હતું કે પરિસ્થિતિ ગંભીર છે. તેમણે કહ્યું, 'અગ્નિશામક વિભાગ અને પોલીસ ટીમ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ આગ સતત ભડકી રહી છે. પરિસ્થિતિ ગંભીર છે. શહેરભરમાંથી અગ્નિશામકો અહીં પહોંચી ગયા છે અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે પરિસ્થિતિ વહેલી તકે કાબુમાં આવે.
મંગળવારે અગાઉ, ઇમારતના ભોંયરામાં આગ લાગવાથી એક કામદારનું ગૂંગળામણને કારણે મૃત્યુ થયું હતું. ઇમારતના ભોંયરામાં કપડાં રાખવામાં આવ્યા હતા અને થોડા કલાકોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.