ગુજરાતની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ
સ્થાનિક ભંડોળ હિસાબ નિરીક્ષકના વર્ષ 2017-18ના રજૂ કરેલા ઓડિટ રિપોર્ટમાં થયો ખુલાસો

સ્થાનિક ભંડોળ હિસાબ નિરીક્ષકના વર્ષ 2017-18ના રજૂ કરેલા ઓડિટ રિપોર્ટમાં થયો ખુલાસો

સ્થાનિક ભંડોળ હિસાબ નિરીક્ષકના વર્ષ 2017-18ના રજૂ કરેલા ઓડિટ રિપોર્ટમાં થયો ખુલાસો
ગુજરાતમાં 33 જિલ્લા પંચાયતો અને 251 તાલુકા પંચાયતોમાં થઈ રહેલા અણઘડ વહીવટનો ઘટસ્ફોટ થયો છે. સ્થાનિક ભંડોળ હિસાબ નિરીક્ષકના વર્ષ 2017-18ના રજૂ કરેલા ઓડિટ રિપોર્ટમાં તેનો ખુલાસો કરવામાં આવ્યો છે. વર્ષ 2017-18માં 33 જિલ્લા પંચાયત અને 247 તાલુકા પંચાયતોમાં મંજૂરી વગર રૂપિયા 3404 કરોડ વાપરી નાખ્યા હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017-18 નો ઓડિટ રિપોર્ટ 31-3-2021 સુધીમાં વિધાનસભામાં રજૂ કરવાનો હતો. તેના બદલે પાંચ વર્ષ બાદ રજૂ કરાયો છે. જ્યારે વર્ષ 2018-19નો રિપોર્ટ આગામી વિધાનસભા સત્રમાં રજૂ કરાશે.
સ્થાનિક ભંડોળ હિસાબ નિરીક્ષકે રજૂ કરેલા 539 પાનાના ઓડિટ રિપોર્ટમાં પંચાયતી રાજની સંસ્થાઓ દ્વારા થયેલા સેંકડો કામો, વહિવટી પ્રક્રિયાઓમાં ગેરરીતિઓ થઈ હોવાનો ઉલ્લેખ કરાયો છે. 9 વર્ષે જાહેર થયેલા ઓડિટ રિપોર્ટમાં જે નેતાઓની આગેવાની હેઠળ કૌભાંડ, ઉચાપત અને નાણાંકીય અનિયમિતતા થઈ હતી તેવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ટર્મ પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે તત્કાલિન અધિકારીઓ અને કર્મચારીઓ નિવૃત પણ થઈ ચૂકયા છે. ત્યારે બેફામ ભ્રષ્ટાચાર કરનાર નેતાઓ અને અધિકારીઓ સામે શું કાર્યવાહી થઈ તેવા સવાલ ઉઠી રહ્યા છે.
રિપોર્ટની પ્રસ્તાવનામાં કહેવાયુ છે કે, વર્ષ 2017-18ના પ્રારંભે જિલ્લા પંચાયતો પાસે બચત ગ્રાન્ટ રૂપિયા 9,541 કરોડની હતી. ઉઘડતી સિલકમાં સરકારે પંચાયતોને રૂપિયા 22,047 કરોડની ફાળવણી કરતા પંચાયતો પાસે રૂપિયા 31,588 કરોડ ફંડ ઉપલબ્ધ હતુ. આ ફંડમાંથી વર્ષ દરમિયાન રૂપિયા 23,545 કરોડનો ખર્ચ થયો અને તે સિવાય રૂપિયા 92 કરોડ સરકારમાં પરત જમા કરાવ્યા હતા. જ્યારે રૂપિયા 3,404 કરોડનો મર્યાદા બહારનો ખર્ચો કર્યો છે. આ ખર્ચને સ્વભંડોળમાંથી મેળવીને અથવા તો સરકારના મંજૂરીના હુકમો મેળવીને નિયમિત કે ભરપાઈ કરવાનો રહે છે તેવું ઓડિટ રિપોર્ટમાં નોંધ્યુ છે.
મંજૂરી વગર રૂપિયા 3,404 કરોડનો ખર્ચ થયો છે તેમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં મર્યાદા બહારનો ખર્ચ જોવા મળ્યો છે. અમરેલીમાં 639.35 કરોડ, બીજા નંબરે ગાંધીનગરમાં 374.29 કરોડ, ત્રીજા નંબરે બનાસકાંઠા જિલ્લામાં 332.94 કરોડ, ચોથા નંબરે અમદાવાદમાં 309.7 કરોડ અને પાંચમા નંબરે છોટાઉદેપુર જિલ્લામાં 298.17 કરોડ મર્યાદા બહાર ખર્ચ થયો છે.
છ વર્ષ પહેલાના નાણાંકીય વર્ષના હિસાબોની તપાસના અહેવાલોમાં ઓડિટેરે નોંધ્યુ છે કે, 14 સપ્ટેમ્બર 2023ની સ્થિતિએ જિલ્લા- લુકા પંચાયતોના કુલ 2,38,975 પેરા (ગેરરિતી, ઉચાપત, અનિયમિતતાના ફકરા)નો જવાબ બાકી હતો. વારંવાર સ્મૃતિપત્રો પાઠવવા છતાં TDO અને DDOનો જવાબ મળ્યો નથી ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટમાં 12 મોટા વિભાગોની સેંકડો યોજનાના કામોમાં 148 ઉચાપતના કિસ્સા નોંધાયા છે. જેની રકમ રૂપિયા 9.10 કરોડ થવા જાય છે. જેમાં રસ્તા, આંગણવાડી, પાણી જેવા મોટા કામો ઉપરાંત બિયારણ વિતરણ જેવા નાના કામોમાં પણ ગેરરીતિ આચરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.