વટવા GIDCમાં લાગી ભીષણ આગ
વટવા GIDCમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટનાસ્થળે

શાહિબાગમાં ગેસ સિલિન્ડર ફાટતા લાગી આગ

શાહિબાગમાં ગેસ સિલિન્ડર ફાટતા લાગી આગ
અમદાવાદમાં વટવા GIDCમાં ભીષણ આગ લાગી છે. વટવા GIDCમાં ફેજ-1માં પ્લોટ નંબર 123-124માં આગ લાગવાની ઘટના સર્જાઈ છે. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી. આ સાથે આગના બનાવને લઈને પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યો.
મળતી માહિતી મુજબ, વટવા GIDCમાં ફેજ-1માં પ્લોટ નંબર 123-124માં અલકેશ એન્ટરપ્રાઇઝ નામના એકમમાં આગ લાગી. સોલ્વન્ટ નામનું કેમિકલ ઉપયોગમાં લેવાતું હોવાથી ફાયર વિભાગની વધુ ગાડીઓને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. જ્યારે પોલીસનો કાફલો પણ રસ્તા પર ઉતારી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ફાયર વિભાગની 16 ગાડીઓ દ્વારા આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી. અને હાલ આગ લાગેલી જગ્યાએ ઠંડુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ