રાજ્યમાં વધતી ગરમીના કારણે પાણીજન્ય રોગચાળામાં વધારો થવાની ભીતિ
તમામ મહાનગરપાલિકાઓમાં રોગચાળાને નિયંત્રિત કરવા રાજ્ય સરકારે આપ્યો આદેશ

શેરડીના કોલા, બરફના ગોળા,સ્ટ્રીટ ફૂડ અને લારીઓની તપાસ કરવા આપી સૂચના

શેરડીના કોલા, બરફના ગોળા,સ્ટ્રીટ ફૂડ અને લારીઓની તપાસ કરવા આપી સૂચના
રાજ્યમાં વધતી ગરમીને કારણે પાણીજન્ય રોગચાળાના કેસોમાં વધારો થવાની ભીતિ વચ્ચે સરકાર હરકતમાં આવી છે. તમામ મહાનગરપાલિકાઓમાં ગરમીની અસરને ન્યૂનતમ રાખવા અને રોગચાળાને નિયંત્રિત કરવા તબીબી અને સફાઈકર્મીઓને એલર્ટ રહેવા સૂચના પણ આપવામાં આવી છે.
તમામ મ્યુનિસિપલ કમિશનરોને બેઠકનું આયોજન કરવા અને પાણીજન્ય રોગચાળાને રોકવા ખાસ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.ગરમીમાં નાગરિકો અને મુસાફરોને રાહત આપવા પીવાના પાણી અને છાશના મંડપ રાખવા માટે પણ દિશા-નિર્દેશ અપાયા છે. અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા શેરડીના રસ, બરફના ગોળા અને સ્ટ્રીટ ફૂડ લારીઓની ચેકિંગની પ્રક્રિયા શરૂ કરાશે.હોટલ-રેસ્ટોરન્ટમાં પીરસાતા ભોજન અને પીવાના પાણીની તબીબી તપાસ પણ હાથ ધરાશે.
બરફની ફેક્ટરીઓ અને સ્ટ્રીટ ફૂડની કડક તપાસનો નિર્ણય લેવાંમાં આવ્યો છે. ટાઇફોઇડ, કોલેરા, કમળો અને ઝાડા-ઉલ્ટીના કેસ ન વધે તે માટે શહેરોમાં બરફની ફેક્ટરીઓ અને લારીઓનું ચેકિંગ કરવામાં આવશે.ફૂડ શાખાને સ્પષ્ટ આદેશ અપાયો છે કે બિનઆરોગ્યપ્રદ પદાર્થો વેચતા અને ગંદકી કરતા વેપારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે.ફૂડ સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવશે.
હીટ વેવની સ્થિતિને ધ્યાને રાખીને મહાનગરપાલિકાઓએ એનજીઓની સહાયથી ઓઆરએસ પેકેટ, પાણી અને છાશનું વિતરણ શરૂ કરવાનું સૂચન કરાયું છે. શહેરોમાં પબ્લિક પ્લેસ અને બસ સ્ટેન્ડ સહિત હાઇ ફૂટફોલ ધરાવતા વિસ્તારોમાં પીવાના પાણી અને છાશના મંડપ શરૂ કરવા સૂચના અપાઈ છે. સરકારી કચેરીઓમાં આવનાર નાગરિકો માટે પણ પાણી અને છાશની વ્યવસ્થા કરવાની તાકીદ કરવામાં આવી છે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને નવી રચાયેલી મહાનગરપાલિકાઓમાં આ સૂચનાઓનું પાલન કરાવવાનું સરકારએ સ્પષ્ટતા કરી છે.ગરમીમાં મહાનગરોના નાગરિકોને આરોગ્ય માટે ખતરો ન રહે તે માટે તબીબી દળ અને ફૂડ ડિપાર્ટમેન્ટને સંપૂર્ણ રીતે સક્રિય રાખવાની તાકીદ છે.
આરોગ્ય વિભાગે લોકોને પણ સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે અને ઉકાળીને પાણી પીવા, જમવાની પહેલા હાથ ધોવા તથા સ્ટ્રીટ ફૂડથી દૂર રહેવા સલાહ આપી છે. સરકાર દ્વારા હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં તબીબી સારવારની ખાસ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.