ભાવનગરના વલ્લભીપુર-અમદાવાદ હાઇવે પર અકસ્માત, 3ના મોત
હાઇવે પર મરણચીસો ગુંજી ઉઠી

વલ્લભીપુર અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અક્સમાત

વલ્લભીપુર અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અક્સમાત
ભાવનગરના વલ્લભીપુર-અમદાવાદ હાઇવે પર અક્સામાતની ઘટના ઘટી છે. કાનપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હતા. બાબરાના ઉદ્યોગપતિનો પરિવાર આ કારમાં જઇ રહ્યો હતો ત્યારે પૂરઝડપે આવેલી ટ્રકે તેને જોરદાર ટક્કર મારતા અક્સામાત થયો. આ અક્સમાતમાં ઉદ્યોગપતિ ભૂપતભાઇ બોરસાણીયાનું જ ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું. આ ઉપરાંત તેમની પુત્રવધુ એકતાબેન અને પૌત્ર જય પણ સારવાર દરમિયાન મોતને ભેટ્યા છે. પરિવારના અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.
પરિવાર ગામડે જઇ રહ્યો હતો
બાબરામાં દયારામ પાર્ક સોસાયટી ખાતે રહેતા ભુપતભાઈ રામજીભાઈ બોરસાણીયા (ઉં.વ. 80) તથા પૌત્ર જયભાઈ જીતુભાઈ બોરસાણીયા (ઉં.વ. 30) તથા સગર્ભા પૌત્રવધુ એકતાબેન જયભાઈ બોરસાણીયા (ઉં.વ. 28) ગઈકાલે તા. 30મીએ સાંજે અમદાવાદથી પોતાની કારમાં બાબરા આવવા નીકળ્યા હતા. જેમાં પૌત્રવધુ એકતાબેનનો 4 દિવસ બાદ તા. 4ના રોજ સીમંત પ્રસંગ હોવાથી બાબરા આવતા હતા. પરંતુ તેઓ વલ્લભીપુરના કાનપુર ગામ નજીક પહોંચ્યા ત્યારે આઈસર ટ્રકના ડ્રાઈવરે કારને હડફેટે લેતા ઉદ્યોગપતિ ભુપતભાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પોલીસે પરિવારના સભ્યોનો સંપર્ક પણ કર્યો છે અને ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો પણ નોંધ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.