ખંભાળિયામાંથી ઝડપાયેલો નકલી અધિક કલેક્ટર જીલ પંચમતીયા મહાઠગ નીકળ્યો
આરોપીના ઘરમાંથી વિવિઘ હોદ્દાઓની નકલી નંબર પ્લેટ, ઓળખકાર્ડ સહિતનું સાહિત્ય મળ્યું

આરોપી રાજકીય પક્ષોના નેતાઓ અને અધિકારીઓ સાથે ફોટા પડાવતોઃ પોલીસે 8 ગુના નોંધ્યા

આરોપી રાજકીય પક્ષોના નેતાઓ અને અધિકારીઓ સાથે ફોટા પડાવતોઃ પોલીસે 8 ગુના નોંધ્યા
સુરેશ વણોલ, અમદાવાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાંથી પકડાયેલો નકલી અધિક કલેક્ટર જીલ પંચમતીયા મહાઠગ નીકળ્યો છે. ખંભાળિયા પોલીસે રિમાન્ડ મેળવી હાથ ધરેલી પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી પાસેથી વિવિધ સરકારી હોદ્દાવાળી નકલી નંબર પ્લેટ, ઓળખકાર્ડ, લેટરપેડ સાથેનું સાહિત્ય મળી આવ્યુ છે. આ મહાઠગે રાજકોટના બ્રાહ્મણ પરિવારને વિશ્વાસમાં લઈ રૂપિયા 48 લાખની છેતરપિંડી કરી હોવાનું ખૂલ્યુ છે. પોલીસે મહાઠગ સામે 8 ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી સામે નકલી દસ્તાવેજના બે કેસ, નકલી આઈ-કાર્ડના બે કેસ, સરકારી હોદ્દાના બે કેસ, અલગ અલગ વાહનના બે કેસ, હથિયાર ધારાનો એક કેસ અને છેતરપિંડીનો એક કેસ દાખલ કર્યો છે.
ખંભાળિયા પોલીસે જીલ ભરતભાઈ પંચમતીયાને એક યુવતી સાથે અધિક કલેક્ટરની નકલી નંબર પ્લેટ લગાવેલી ગાડી સાથે ઝડપી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીએ અનેક કબૂલાત કરી છે. જેમાં રાજકોટના એક બ્રાહ્મણ પરિવાર પાસેથી પુત્રને એમબીબીએસમાં એડમિશન અપાવી દેવા અને પુત્રીને મામલતદાર કચેરીમાં નોકરી અપાવી દેવાની લાલચ આપીને રૂપિયા 48 લાખ પડાવ્યા હોવાની કબૂલાત કરી છે.
આરોપીએ પોતે જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજનો એડિશનલ ડીન છે તેવી ઓળખ આપી મૂળ જૂનાગઢ તાલુકાના બિલખાના વતની અને હાલ રાજકોટમાં રહેતાં કેતનભાઈ દેસાઈના પુત્રને MBBSમાં એડમિશન અપાવવા અને તેમની પુત્રીને મામલતદાર કચેરીમાં નોકરી અપાવવાના બહાને 48,22,680ની રકમ પડાવી હતી.
આરોપીએ પોતે એડિશનલ કલેક્ટર અને એસડીએમની ઓળખ આપી ખંભાળિયાના જીમ ટ્રેનર તેજસ રામાવતને પી.આઈ.ની નિમણૂક કરાવી આપવાનું કહી તેમજ તેના ભાઈને એડિશનલ કલેકટરના પીએ તરીકેની નિમણૂક અપાવી દેવા રૂપિયા 32,200ની રકમ મેળવી હોવાની કબૂલાત કરી છે.
જીલ પંચમતીયાના ઘરમાંથી કેન્દ્ર સરકારમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો હોદ્દો ધરાવતા નકલી આઈ-કાર્ડ મળી આવ્યાં છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇમર્જન્સી ડિવિઝન હેલ્થ એન્ડ મેડિસિન ડિપાર્ટમેન્ટમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો હોદ્દો આઈ-કાર્ડમાં દર્શાવ્યો હતો. અન્ય એક આઈ-કાર્ડમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તથા મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર સાથે ઈ-મેલ આઈડી સાથેના કાર્ડમાં તેનું નામ અને હોદો દર્શાવ્યો હતો. આ બંને આઈ-કાર્ડ બનાવટી હોવાનું જાહેર થયું છે.
પોલીસની તપાસ દરમિયાન તેના ઘરેથી બે ઓથોરિટી લેટર પણ મળી આવ્યા છે. જેમાં પ્રથમમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇમર્જન્સી ડિવિઝન હેલ્થ એન્ડ મેડિસિન ડિપાર્ટમેન્ટનો હતો. જેમાં તેની કારનો ઉપયોગ ઉપરોક્ત લેટરના આધારે કટોકટીના સમયમાં કરી શકે તે મતલબનું લખાણ મળી આવ્યુ છે. આ પત્રમાં અશોક સ્તંભવાળો સિક્કો પણ લગાવવામાં આવ્યો છે. નીચે તેણે સહી કરી હતી. આરોપી જીલ તેની કાર પર ખોટી નેમ પ્લેટ અને લાલ લાઈટ લગાવી લેટરનો ઉપયોગ કરતો હતો.
એક ફરિયાદમાં આરોપીની તપાસમાં અંગ્રેજીમાં લખેલો "સર્ટીફીકેટ ઓફ પ્રોટોકોલ" નો લેટર મળ્યો છે. જે ઓફિસ ટુ એડિશનલ ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટ એન્ડ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર, રાજકોટનો છે. તેનો ઉપયોગ કારના સરકારી ઉપયોગ માટે કરતો હતો. આ લેટર પણ બોગસ છે.
ગત 22 માર્ચના રોજ આરોપી જીલ પંચમતીયા રાજકોટ ખાતે રહેતા કેતનભાઈ દેસાઈના ઘરે ગયો હતો. ત્યાં તે "કમિશનર (રેવન્યુ સર્વિસ)" લખેલી સરકારી નંબર પાસિંગની કારમાં ગયો હતો. ત્યાં જઈને તેણે નંબર પ્લેટ બદલાવીને GJ-37-M-2816 લગાવી દીધી હતી. ત્યારબાદ અગાઉની બે નંબર પ્લેટ કારમાં મૂકી તે કેબ બુક કરાવીને ખંભાળિયા નીકળી ગયો હતો. ઉપરોક્ત ગાડીમાં પોલીસના વાહનમાં વાગે તેવું સાયરન પણ કાર્યરત હતું અને કારમાંથી અન્ય રજિસ્ટ્રેશન નંબરવાળી બે નંબર પ્લેટ, નેમ પ્લેટ તેમજ બોગસ દસ્તાવેજો પોલીસને હાથ લાગ્યા છે.
રિમાન્ડ દરમિયાન પોલીસને તેના મકાનમાંથી મેગેઝિન સાથેની પિસ્તોલ અને 7 નંગ છરા મળી આવ્યા છે. આ ઉપરાંત અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરી સીઆઈડી (ક્રાઈમ અને રેલ્વે) ગાંધીનગરનો વર્ષ 2020 નો પત્ર પણ મળી આવ્યો છે. આ પ્રકરણમાં પોલીસે જીલ પંચમતીયા સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું છે કે, આરોપી અલગ અલગ જગ્યાએ એડિશનલ કલેક્ટર, હોસ્પિટલના ડીન, એડિશનલ કલેક્ટર, રાજકોટની ઓળખ આપી મીટીંગ કરતો હતો. આટલું જ નહીં, ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટા નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાતના નામે ફોટા પડાવી ફોટાની પ્રિન્ટ કરાવી તેનું કલેક્શન બનાવી તેના ઘરે તેમજ ઓફિસે રાખી અને તેનો ઉપયોગ મીટીંગ તેમજ તેના થયેલા સન્માન માટે થયું હોવાનું જણાવવા માટે કરતો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.