થરામાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધા..? વિજ્ઞાન જાથા અને ભુવાના સમર્થકો આમને સામને
2 દિવસ પહેલા જાથાએ ભુવાની પ્રવૃત્તિ બંધ કરાવી હતી.

થરામાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધા..? વિજ્ઞાન જાથા અને ભુવાના સમર્થકો આમને સામને

થરામાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધા..? વિજ્ઞાન જાથા અને ભુવાના સમર્થકો આમને સામને
બનાસકાંઠા જિલ્લાના થરા ગામમાં રાજકોટની વિજ્ઞાન જાથાએ દિવ્યાંગ ભુવાના કરેલા પર્દાફાશ બાદ વિવાદ વધુ ઘેરાયો છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમના કાર્યકરોએ બે દિવસ પહેલા થરા ગામના ભુવા પાસે જોઇને તેની સામે પોલીસમાં અરજી કરી હતી. હવે આ મામલાએ તૂલ પકડ્યું છે. ભઉવાજીના સમર્થકો આજે મોટી સંખ્યામાં માતાજીના મંદિરે એકત્ર થયા હતા અને તમે અમારી આસ્થાને બંધ કરાવનારા કોણ તેવો ખુલ્લો પડકાર ફેંકતા શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો વિવાદ ફરી એક વાર વકર્યો છે.
રાજકોટની વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા તેમના કાર્યકરો સાથે 2 દિવસ પહેલા બનાસકાંઠાના થરા ગામમાં પહોંચ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે બનસાકાંઠાના થરા ગામમાં ઠેલ્લા 8 વર્ષથી દોરા ધાગા મંત્ર તંત્ર અને અસાધ્ય રોગ મટાડવાનું તથા દુખદર્દ મટાડવાનું કામ કરનાર દિવ્યાંગ ભુવા વાઘાભાઇ પશાભાઇ સુથારની કપટલીલાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે. આ પ્રવૃતીને જાથાએ થરા પોલીસની મદદથી બંધ કરાવી છે.
તેમણે થરામાં દોરા ધાગા કરતા દિવ્યાંગ ભુવા રોગ મટાડે છે તે બાબતે પોલીસમાં અરજી કરી હતી. જયંત પંડ્યાએ ભુવાને કહ્યું હતું કે તમે પૂજા કરો આસ્થા રાખો પણ તમારી સામે રોગ મટાડવા બાબતની ફરિયાદ છે. દિવ્યાંગ હોવા છતા તમે આવું કરો છો. તમે લોકોને કહો કે તમારે માતાજીમાં માનવું હોય તો માનો. અંધશ્રદ્ધાના નવા કાયદા મુજબ આ ખોટું છે. તમે દવા આપી શકો નહી. હવે હું ભુવાપણુ કરીશ નહી તેવું લખાણ મારી પાસેથી લઇશું
વિજ્ઞાન જાથાની કાર્યવાહી બાદ ભુવાના સમર્થકો આજે મેદાનમાં આવ્યા હતા. સમર્થકોએ દાવો કર્યો કે જયંત પંડ્યાએ ભુવાને ડરાવી ધમકાવી ભુવા વાઘાભાઇ સુથાર પાસે માફી મંગાવી છે. સમર્થકોએ આ બાબતે વીડિયો વાયરલ કરીને જણાવ્યું કે માતાજીની સાથે જોડાયેલા ભક્તોની આસ્થાને જયંત પંડ્યાએ ઠેસ પહોંચાડી છે તેથી ચમત્કાર જોવો હોય તો ફરીથી આવી જજો થરા તેવો પડકાર ફેંક્યો હતો.
વાયરલ વીડિયોમાં ભક્તો એવુ કહેતા સંભળાય છે કે થરામાં ગ્રામજનોની આસ્થા છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે. આજે શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યા હતા. 24 કલાકમાં અહીં ધુણવાનું ચાલુ થઇ ગયું છે. અમારી આસ્થામાં ઠેસ પહોંચાડનારા તમે કોણ છો. અહીં કોઇ માથુ ટેકવા આવતું નથી પણ શ્રદ્ધાથી આવે છે. શ્રદ્ધાને સીમાડા હોતા નથી. તમારે અમારા વિસ્તારમાં આવીને સીમાડા કરવાની શું જરુર છે. લોકોએ રોષ પ્રગટ કર્યો કે ભુવાજી પર જે આરોપ લાગ્યા છે તે ખોટા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ