ભાજપ પ્રમુખના સુચન પછી પણ ભદ્રના દબાણ દુર થતા નથી
હેરીટેજ ભદ્ર પ્લાઝા વિસ્તારમાં વાહન પાર્કિંગનો કોન્ટ્રાકટ આપી પાથરણાંવાળાને મોકળુ મેદાન અપાશે

પાથરણાંવાળાને મોકળુ મેદાન અપાશે

પાથરણાંવાળાને મોકળુ મેદાન અપાશે
અમદાવાદ હેરીટેજ એવા ભદ્ર પ્લાઝા વિસ્તારમાં ત્રણ વર્ષ માટે પે એન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્કિંગ કરાવવા માટેનો કોન્ટ્રાકટ આપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.વાહન પાર્કિંગનો કોન્ટ્રાકટ આપી ત્રણ વર્ષ માટે ભદ્ર પ્લાઝા પરિસરમાં ફેરીયા અને પાથરણાવાળાઓને તેમના દબાણ મુકવા માટે મોટું મેદાન અપાશે. મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ,ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને પોલીસ આ તમામની સાંઠગાંઠથી ભદ્રપ્લાઝા વિસ્તારના દબાણ દુર થતા જ નથી.રુપિયા ૩૬ કરોડના ખર્ચે ડેવલપ કરવામા આવેલા ભદ્રપ્લાઝા વિસ્તારની અસલ ઓળખ આજે જોવા મળતી નથી.
શહેરના ભદ્ર પ્લાઝા વિસ્તારમાં ત્રણ દરવાજાથી અંદરના ભાગમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા વર્ષો અગાઉ પે એન્ડ પાર્ક બનાવવામાં આવેલુ છે. આ પે એન્ડ પાર્કમાં વાહનો પાર્ક કરવાના બદલે ફેરીયા અને પાથરણાવાળા બેસતા હોવાથી મ્યુનિસિપલ ભાજપના એ સમયના પ્રભારીએ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને બોલાવીને ભદ્ર પરિસરમાં આવેલા પાર્કિંગનો કોન્ટ્રાકટ રદ કરાવ્યો હતો.હાલના મ્યુનિસિપલ ભાજપના હોદ્દેદારો તેમના જ પક્ષના નેતાઓના દબાણ હેઠળ ભદ્ર પ્લાઝા પરિસરમાં આવેલા પે એન્ડ પાર્કનો ત્રણ વર્ષ માટે કોન્ટ્રાકટ આપવા મન બનાવીને બેઠા છે.
જિલ્લા પંચાયત ઉપરાંત પાનકોરનાકા, માણેકચોક અને રીલીફ રોડ ઉપર પે એન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્ક કરવાનો કોન્ટ્રાકટ અગાઉ આપવામા આવેલો જ છે. આમ છતાં ભદ્ર પ્લાઝા પરિસરમાં પે એન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્ક કરાવવાનો કોન્ટ્રાકટ અપાશે તો પાર્કિંગની જગ્યામાં વાહન પાર્ક થવાના બદલે ફેરીયા અને પાથરણાંવાળા અડ્ડો જમાવી બેસી જશે.
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્યે આ વર્ષે નવરાત્રિ પર્વ સમયે ભદ્રકાળી મંદિર અને પરિસરમાંથી દબાણો દુર કરવા મ્યુનિસિપલ તંત્રને સુચના આપી હતી. આ ઉપરાંત મ્યુનિ.ની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને પણ થોડા દિવસ સુધી રોજ સવારે ભદ્ર પરિસરમાં રાઉન્ડ લઈ દબાણો દુર કરવા પ્રયાસ કર્યા હતા.પરંતુ તમામનુ સેટીંગ હોવાથી ભદ્રના દબાણો દુર કરાયા પછી ગણતરીની મિનીટમાં પાછા યથાવત આવી જાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ