ભારતમાં એલપીજી સંકટનો અંત: ગુજરાત આવશે બે ટેન્કર
હોર્મુઝની ખાડી પાર કરી 92,700 ટન ગેસ સાથે બે જહાજો ગુજરાત પહોંચશે, કમર્શિયલ વેચાણ ફરી શરૂ

ભારત એલપીજી ગેસ પુરવઠો

ભારત એલપીજી ગેસ પુરવઠો
પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર ભારતીય રસોડા સુધી પહોંચી છે. છેલ્લા 15 દિવસથી સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે હવે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. હોર્મુઝની ખાડીમાં ફસાયેલા ભારતના બે વિશાળ એલપીજી ટેન્કરો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે અને આગામી બે દિવસમાં ગુજરાતના બંદરો પર લંગરશે. આ સાથે જ દેશમાં પ્રવર્તી રહેલી ગેસની અછત દૂર થવાની આશા છે.
ગુજરાતના મુંદ્રા અને કંડલા બંદરે આવશે ટેન્કરો :
ભારતીય રાજદ્વારી પ્રયાસો અને ઈરાન સાથેની વાતચીત બાદ અંદાજે 92,700 ટન લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને 'શિવાલિક' અને 'નંદા દેવી' નામના બે ટેન્કરો ભારત ભણી રવાના થયા છે. શિડ્યુલ મુજબ, શિવાલિક ટેન્કર સોમવારે મુંદ્રા બંદરે અને નંદા દેવી ટેન્કર મંગળવારે કંડલા બંદરે પહોંચશે. આ જથ્થો આવવાથી દેશમાં રાંધણ ગેસનો સપ્લાય ફરી પૂર્વવત થઈ જશે.
ગભરાટમાં બુકિંગ વધ્યું: 88 લાખે પહોંચ્યો આંકડો
સરકાર વારંવાર સ્પષ્ટતા કરી રહી છે કે દેશમાં ગેસનો પર્યાપ્ત જથ્થો છે, તેમ છતાં લોકોમાં અછતની અફવા ફેલાઈ છે. સામાન્ય રીતે રોજનું બુકિંગ 55 લાખની આસપાસ રહેતું હોય છે, જે અફવાઓને કારણે વધીને શનિવારે 88 લાખ સુધી પહોંચી ગયું છે. પેટ્રોલિયમ મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે ગભરાટમાં આવીને બિનજરૂરી બુકિંગ ન કરાવવું, કારણ કે ઉત્પાદનમાં પણ 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
કાળાબજારિયા સામે સરકારની લાલ આંખ :
ગેસની કૃત્રિમ અછત ઉભી કરનારા તત્વો સામે દેશભરમાં કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
ઉત્તર પ્રદેશ: 1,483 સ્થળો પર દરોડા પાડીને 24 એફઆઈઆર નોંધવામાં આવી છે.
છત્તીસગઢ અને કર્ણાટક: વિવિધ સ્થળોએ તપાસ કરીને 1,500થી વધુ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે સંગ્રહખોરી કરનારાઓને બક્ષવામાં આવશે નહીં
કમર્શિયલ વેચાણ અને અન્ય વિકલ્પો :
પેટ્રોલિયમ મંત્રાલયે 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરનું વેચાણ ફરી શરૂ કરી દીધું છે. જ્યાં સપ્લાયની સમસ્યા છે ત્યાં હોટેલ-રેસ્ટોરાંને પીએનજી કનેક્શન આપવાની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે. તમિલનાડુ જેવા રાજ્યોએ તો હોટેલોને ગેસના બદલે ઇલેક્ટ્રિક ઇન્ડક્શન વાપરવા માટે વીજળી બિલમાં સબસિડીની પણ જાહેરાત કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.