ગુજરાતના સુપર કોપ અને સોહરાબુદ્દીન કેસ...અભય ચુડાસમાની પોલીસની સફર
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભયસિંહ ચુડાસમાએ 35 વર્ષની પોલીસ કાર્કિર્દી બાદ રાજીનામુ આપ્યું

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભયસિંહ ચુડાસમાએ 35 વર્ષની પોલીસ કારકિર્દી બાદ રાજીનામુ આપ્યું

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભયસિંહ ચુડાસમાએ 35 વર્ષની પોલીસ કારકિર્દી બાદ રાજીનામુ આપ્યું
ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અધિકારી અભય ચુડાસમાએ રાજીનામુ આપી દેતાં પોલીસ બેડામાં ચર્ચાનો વિષય ઉભો થઇ ગયો છે. બાહોશ આઇપીએસ અધિકારી ગણાતા અભય ચુડાસમા આ વર્ષે ઓક્ટોબર માસમાં નિવૃત્ત થવાના હતા પણ તે પૂર્વે તેમણે રાજીનામા આપી દેતાં અનેક તર્ક વિતર્ક તઇ રહ્યા છે. જો કે સરકારે હજું તેમનું રાજીનામુ સ્વીકાર્યું નથી.તેઓ હાલ એડિશનલ ડીજી તરીકે ફરજ બજાવે છે.
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભયસિંહ ચુડાસમાએ 35 વર્ષની પોલીસ કારકિર્દી બાદ રાજીનામુ આપ્યું હોવાના અહેવાલ આવી રહ્યા છે. અભયસિંહ ચુડાસમા 1998ની બેચના IPS અધિકારી હતા અને ઓક્ટોબરમાં વય નિવૃતિ થવાના હતા. IPS ચુડાસમા હાલ કરાઈ પોલીસ શાળામાં આચાર્ય તરીકે કાર્યરત હતા.
ગુજરાત પોલીસ તંત્રમાં જાબાંજ અધિકારી અને સુપર કોપ તરીકે જાણીતા અભય યુડાસમા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સસ્પેન્ડ પણ થયા હતા પણ ત્યારબાદ સરકારે તેમને ગાંધીનગરના ડીજી તરીકે નિમણૂક કરી હતી. તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત વિજીલન્સ ડિપાર્ટમેન્ટમાં પણ ફરજ બજાવી ચુક્યા છે. વડોદરા રેન્જ આઇજી તરીકે પણ તેમણે ફરજ બજાવી હતી.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અભય યુડાસમાની 28 એપ્રિલ 2010ના રોજ ધરપકડ કરાઇ હતી અને ચાર વર્ષ બાદ મુંબઇ કોર્ટે 28 એપ્રિલ 2014ના રોજ તેમને જામીન આપ્યા હતા. તેઓ ત્રણ વર્ષ સુધી નડીયાદ બિલોદરા જેલમાં હતા અને ત્યારબાદ 1 વર્ષ મુંબઇ સેન્ટ્રલ જેલમાં પણ હતા. એપ્રિલ 2015માં કોર્ટે ચુડાસમાને એમ કહીને છોડી મૂક્યા કે તેમની સામે કોઈ પુરાવા નથી. જૂન 2015માં ગુજરાત સરકારે ચુડાસમાને નાયબ પોલીસ મહાનિરીક્ષકના હોદ્દા પર બઢતી આપી હતી
હવે તેઓ સમાજ સેવા અને શિક્ષણ સેવા ક્ષેત્રે પ્રવૃત્તી કરવા માગે છે તેવા સંકેત તેમણે અગાઉ અનેક વખત આપેલા હતા. સુરેન્દ્રનગરમાં તેમણે એક કાર્યક્રમમાં તેનો આડકતરો સંકેત પણ આપ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.