સામૂહિક આપઘાત એલન મસ્કે પણ વ્યક્ત કર્યું આશ્ચર્ય
બે બહેનપણીઓએ એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈ ટૂંકાવ્યું આયુષ્ય,સૌથી ધનિક વ્યક્તિની પ્રતિક્રિયા

બે સખીઓનો આપઘાત કેસ

બે સખીઓનો આપઘાત કેસ
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં બનેલી બે યુવતીઓના સામૂહિક આપઘાતની ઘટનાએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ આત્મહત્યાની ઘટના એટલી ગંભીર અને ચોંકાવનારી હતી કે વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના માલિક એલન મસ્કે પણ તેની નોંધ લીધી છે.
એલન મસ્કનું આશ્ચર્ય અને પ્રતિક્રિયા :
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝર દ્વારા સુરતની આ ઘટના શેર કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે બે યુવતીઓએ બાથરૂમમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈ જીવન ટૂંકાવ્યું છે. આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એલન મસ્કે આશ્ચર્ય અને ગંભીરતા વ્યક્ત કરી હતી. તેમણે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવીને પોતાની પ્રતિક્રિયા આપી છે, જેના કારણે આ કેસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના ?
મળતી માહિતી મુજબ, સુરતની ૧૮ વર્ષીય અને ૨૦ વર્ષીય બે બહેનપણીઓ છેલ્લા કેટલાક સમયથી લાપતા હતી. પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવવા પણ પહોંચ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરતા પોલીસને સણિયા કણદે સ્થિત નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરનું લોકેશન મળ્યું હતું.
પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે મંદિરના બાથરૂમમાંથી બંને યુવતીઓના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બંને સખીઓએ એનેસ્થેસિયાના હાઈ ડોઝ ધરાવતા ઇન્જેક્શન લઈને આ અંતિમ પગલું ભર્યું હતું.
પોલીસ તપાસ અને પરિવારની સ્થિતિ :
નાનપણની ગાઢ મિત્ર એવી આ બંને યુવતીઓએ કયા કારણોસર આટલું આકરો નિર્ણય લીધો તે હજુ પણ એક રહસ્ય છે. પોલીસે મૃતક યુવતીઓના વાલીઓના નિવેદન નોંધ્યા છે. પરિવારજનો માટે પણ આ ઘટના અકળ છે, કારણ કે તેમના જણાવ્યા મુજબ બંને વચ્ચે કોઈ ગંભીર વિવાદ કે સમસ્યા હોવાની તેમને જાણ નહોતી. પોલીસ અત્યારે ઇન્જેક્શન ક્યાંથી આવ્યા અને આપઘાત પાછળનું સાચું કારણ શું હતું તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.