ન નીતિ, ન નિયત ના લીધે ભાજપ સરકારમાં શિક્ષણની અધોગતિ : ડૉ. મનિષ દોશી
કોલેજો ઈન્ચાર્જ પ્રિન્સીપાલોના હવાલે છે અને યુનિવર્સિટીઓ ઈન્ચાર્જ કુલપતિઓના હવાલે

ન નીતિ, ન નિયત ના લીધે ભાજપ સરકારમાં શિક્ષણની અધોગતિ : ડૉ. મનિષ દોશી

ન નીતિ, ન નિયત ના લીધે ભાજપ સરકારમાં શિક્ષણની અધોગતિ : ડૉ. મનિષ દોશી
કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ એમ. દોશીએ આજે ગંભીર આરોપ લગાવતાં કહ્યું છે કે ન નીતિ, ન નિયત ના લીધે ભાજપ સરકારમાં શિક્ષણની અધોગતિ થઈ રહી છે. કોલેજો ઈન્ચાર્જ પ્રિન્સીપાલોના હવાલે છે અને યુનિવર્સિટીઓ ઈન્ચાર્જ કુલપતિઓના હવાલે કરીને ભાજપા સરકારે શિક્ષણ વ્યવસ્થાની અધોગતિ કરી છે.
તેમણે કહ્યું કે મનગમતા કુલપતિઓની નિમણૂક પાછળ ભાજપા-સંઘની આંતરિક ખેંચતાણને લીધે ઉચ્ચ શિક્ષણ અને યુનિવર્સીટીની વ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે. કોલેજો ઈન્ચાર્જ પ્રિન્સીપાલોના હવાલે અને યુનિવર્સિટીઓ ઈન્ચાર્જ કુલપતિઓના હવાલે કરીને ભાજપા સરકારે શિક્ષણ વ્યવસ્થાની અધોગતિ કરી છે તેવા આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જુનાગઢ યુનિવર્સિટીમાં હાલમાં કાર્યરત ચેતન ત્રિવેદી પ્રોફેસર તરીકે પણ લાયક ન હતા, જે લાગવગ અને ભલામણથી પ્રોફેસર બન્યા અને બે વર્ષમાં જુનાગઢ યુનિવર્સિટીના લાયકાત ન ધરાવતા કુલપતિ બન્યા. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢના કુલપતિ ચેતન ત્રિવેદીનો કાર્યકાળ ૨૦-૭-૨૦૨૨ના રોજ પૂર્ણ થયાને આજે બે વર્ષ જેટલો સમય થયો હોવા છતાં ઈન્ચાર્જ તરીકે મનફાવે તે રીતે નિર્ણયો કરી રહ્યાં છે. જે તે સમયના યુનિવર્સિટીના કાયદા મુજબ કુલપતિની સમયમર્યાદા ત્રણ વર્ષની હોય તેમ છતાં ચેતન ત્રિવેદી છ વર્ષથી કુલપતિ અથવા ઈન્ચાર્જ કુલપતિ તરીકે વિશેષ આશીર્વાદથી ચીટકી રહ્યાં છે.
જુનાગઢ યુનિવર્સિટીમાં સરકારી નિયમોને નેવે મુકીને કોલેજોનું જોડાણ, પરિક્ષા કેન્દ્ર ફાળવણી, પરિક્ષામાં માર્કસ સુધારા કૌભાંડ, પેપર કૌભાંડ સહિત અનેક નાણાંકીય ગેરરીતિઓ માટે શિક્ષણ વિભાગમાં અરજીઓ સાથે રજુઆત થયા છતા આજદિન સુધી કોઈ પગલા ભરાયા નથી. સુપ્રિમકોર્ટના સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિની લાયકાત અંગેના ચુકાદામાં સ્પષ્ટપણે આદેશ છતાં અનેક યુનિવર્સિટીઓમાં નિયમ વિરૂધ્ધ કુલપતિઓની નિમણુંક પણ કરવામાં આવી અને તેઓએ સુવિધા સાથે કાર્યકાળ પણ ભોગવ્યો. આજેપણ રાજ્યની યુનિવર્સિટીઓમાં યુજીસીના નિયમની વિરૂધ્ધ મનગમતિ અને ગોઠવણથી કુલપતિ પદે નિમણુંકો કરવામાં આવી રહી છે. જેનાથી રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં સાચા પ્રાધ્યાપકોમાં નિરાશાનું વાતાવરણ ઉભુ થયું છે.
તેમણે કહ્યું કે રાજ્યની ૩૫૦ ગ્રાન્ટેડ કોલેજમાંથી ૨૦૦ જેટલી કોલેજોમાં લાંબા સમયથી કાયમી આચાર્યો નથી. રાજ્યમાં ૮૩ સરકારી આર્ટસ-કોમર્સ કોલેજો આવેલી છે. તેમાં વર્ગ-૧ની ૧૩, વર્ગ-૨ની ૧૭૭, વર્ગ-૩ની ૧૬૭ અને વર્ગ-૪ની ૧૫૪ જગ્યાઓ ખાલી છે. આ કોલેજોમાં ૧૨૬૪ જગ્યાઓ ભરાયેલી છે જેની સામે ૫૦૬ જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં ૨૬૩ ગ્રાન્ટેડ આર્ટસ-કોમર્સ કોલેજોની સંખ્યા ૨૬૩ છે તેમાં આચાર્યની ૬૫, અધ્યાપકની ૧૫૮૬, પીટીઆઈની ૬૮, ગ્રંથપાલની ૧૨૬, વર્ગ-૩ની ૧૧૭૮ અને વર્ગ-૪ની ૧૩૦૧ જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓ પૈકી ગ્રંથપાલ, વર્ગ-૩ અને વર્ગ-૪ની ૬૦ ટકા કરતા વધુ જગ્યાઓ ખાલી છે. રાજ્યની ૨૬૩ ગ્રાન્ટેડ આર્ટસ-કોમર્સ કોલેજોમાં ફીજીકલ એજ્યુકેશન ગ્રંથપાલની ૧૫ વર્ષ કરતા વધુ સમયથી ભરતી કરવામાં આવતી નથી. વહીવટીક ર્મચારીની ૬૫ ટકા એટલે કે ૧૧૭૮ જગ્યાઓ અને પટાવાળાની ૧૩૦૧ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. નવી ભરતી પ્રક્રિયા હાથ ન ધરવાને કારણે નિવૃત્તી અથવા નિધનથી ખાલી જગ્યાઓમાં સતત વધારો થતો જાય છે.
સરકાર પર પ્રહાર કરતા ડૉ. મનિષ એમ. દોશીએ કહ્યું કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ના આદેશ મુજબ દેશ ની દરેક યુનિવર્સિટી અને કોલેજો એ નેક ની માન્યતા ફરજીયાત હોવા છતાં ગુજરાત ની મોટા ભાગ ની યુનિવર્સિટી અને કોલેજો એ માન્યતા લીધેલ નથી. ગુજરાત રાજ્ય ની ૮૩ માંથી ૫૫ એટલેકે ૬૬% થી વધુ યુનિવર્સિટી એ નેક ની માન્યતા લીધેલ નથી, ગુજરાત રાજ્યની ૨૨૬૭ માંથી ૧૭૬૭ એટલે કે ૭૮% કોલેજો એ નેક ની માન્યતા લીધેલ નથી. એક તરફ સ્ટેટ યુનિવર્સિટી એકટ આધારે “નેક” ધરાવતી કોલેજોના આચાર્યઓને જ બોર્ડ ઓફ મેનેજમેન્ટ-સત્તામંડળમાં સ્થાન મળશે તે જોગવાઈ આગળ કરીને પ્રિન્સીપાલોને નિયુક્તીથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે બીજીબાજુ ગુજરાતની અનેક યુનિવર્સિટીઓને ખુદને જ નેકનું પુનઃ જોડાણ નથી તો તેની માટે સત્તાધીશો અને રાજ્ય સરકાર કેમ મૌન ? ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-૨૦૨૩ અનુસાર રાજ્યમાં મોટા ભાગની યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવામાં આવી નથી અને જ્યાં રચના થઈ છે ત્યાં ૫૦ ટકા નિયમ મુજબની નિયુક્તી કરવામાં આવી નથી. રાજ્યની યુનિવર્સિટીઓમાં નિમણુંક, ટેન્ડરો સહિત અનેક નાણાંકીય ગોલમાલ-ભ્રષ્ટાચાર એ ભાજપ સરકારમાં સામાન્ય બાબત બની ગઈ છે અને મોટા ભાગના કિસ્સાઓમાં સરકારના ઈશારે ગોલમાલ-ભ્રષ્ટાચાર કરનારને શિક્ષણ વિભાગ બચાવી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.