નવરાત્રી દરમિયાન સુરતના લોકોએ જાગૃતિ માટે અનોખો પ્રયાસ કર્યો
નવરાત્રી છે કે કાળરાત્રી

સુરત રંગોળી ગરબા

સુરત રંગોળી ગરબા
હાલ નવરાત્રીનો પર્વ બહુ ધામધુમથી ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે સવાલો સામે આવી રહ્યા કે આ નવરાત્રી છે કે કાળરાત્રી કેમ કે આજે નવમું નોરતું છે ને ત્યાં 2 મોટા દુષ્કર્મના બનવો સામે આવ્યા લોકો તેનો વિરોધ કર્યો. મહિલા સલામતીને લઇને સવાલો પણ ઉભા થયા છે ત્યારે વડોદરા અને માંગરોળ ગેંગરેપ ઘટનાની અસર સુરતમાં પણ જોવા મળી..
નવરાત્રી દરમિયાન સુરતના લોકોએ જાગૃતિ માટે અનોખો પ્રયાસ કર્યો છે.સુરતમાં નવરાત્રી દરમિયાન જ્યાં ગરબા રમાય ત્યાં રંગોળી પૂરવાની પરંપરા છે. ત્યારે વિશાળ રંગોળીની સાથે સાથે ગેંગરેપની ઘટનાને લઈને મેસેજ આપવામાં આવ્યો. જેમાં રંગોળીમાં મેસેજ આપવામાં આવ્યો કે છોકરીઓ રમકડું નથી, તેમનું સન્માન કરો એવો સુરતના ગોલવાડ ઘોઘારાણા ની શેરી ખાતે શેરી ગરબામાં મેસેજ આપવામાં આવ્યો.
બળાત્કારના આરોપીઓને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે..લોકો રંગાળી આસપાસ ગરબા કરી વિરોધ કર્યો છે..તેમજ તે રીતે ઘણી બધી જગ્યાએ હાથમાં બેનરો લઇને ગરબા કરવામાં આવ્યા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ