સુરત સિવિલમાં નશેડીઓનો આતંક, પોલીસ પર હુમલો
નશામાં ધૂત પૂર્વ વોર્ડબોય અને એમ્બ્યુલન્સ ચાલકે ASI સાથે ઝપાઝપી કરી મચાવ્યો હોબાળો

સુરત સિવિલ પોલીસ હુમલો

સુરત સિવિલ પોલીસ હુમલો
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. મોડી રાત્રે હોસ્પિટલના પીએમ રૂમ પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં કાયદાનો ડર રાખ્યા વિના બે નશેડીઓએ ફરજ પરના પોલીસ અધિકારી સાથે ગેરવર્તણૂક કરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ફરજ પરના ASI સાથે ગાળાગાળી અને ઝપાઝપી :
અઠવા પોલીસ સ્ટેશનના ASI જયંતિભાઈ જ્યારે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે પોતાની કાયદેસરની ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે આ આખી ઘટના બની હતી. સિવિલના જ પૂર્વ વોર્ડબોય તરીકે ઓળખાતા ચેતન પટેલ અને ખાનગી એમ્બ્યુલન્સ ચાલક જાવેદ નશાની હાલતમાં ત્યાં આવી પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર આ બંને શખ્સોએ પોલીસ અધિકારી સાથે બોલાચાલી શરૂ કરી હતી. નશાના જોરમાં ભાન ભૂલેલા આ તત્વોએ પોલીસનો જરા પણ ખોફ રાખ્યા વગર બિભત્સ ગાળાગાળી કરવાનું શરૂ કર્યું હતું.
પોલીસ અધિકારીએ હિંમત બતાવી નશેડીઓને દબોચ્યા :
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વાત માત્ર ગાળાગાળી સુધી મર્યાદિત ન રહેતા મામલો બિચક્યો હતો. બંને શખ્સોએ ASI જયંતિભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી હતી. જોકે, પોલીસ અધિકારીએ જરા પણ ડર્યા વગર હિંમત દાખવીને એક નશેડીને પકડી પાડ્યો હતો. આ સમયે બીજા શખ્સે પોતાના સાથીદારને છોડાવવા માટે પોલીસ અધિકારી પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલ જેવા સંવેદનશીલ અને જાહેર વિસ્તારમાં પોલીસની વર્ધી પર હાથ નાખવાની આ હિંમત જોઈને ત્યાં હાજર લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
ખટોદરા પોલીસની ત્વરિત કાર્યવાહી :
પોતાની સાથે થઈ રહેલી આ હિંસક ઝપાઝપી વચ્ચે ASIએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ખટોદરા પોલીસનો કાફલો અને PCR વાન ગણતરીની મિનિટોમાં સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. પોલીસે નશામાં ધૂત ચેતન પટેલ અને જાવેદની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. હાલ આ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હોસ્પિટલ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા સામે ફરી સવાલો ઉઠ્યા છે અને નશાખોર તત્વો સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.