ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર: 73 લાખ નામ કમી
રાજ્યમાં 4.34 કરોડ મતદારો નોંધાયા, જો તમારું નામ યાદીમાં ન હોય તો 18 જાન્યુઆરી અરજી કરો

ભારતીય ચૂંટણી પંચ

ભારતીય ચૂંટણી પંચ
ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) બાદ આજે 19 ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નવી યાદી સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ ઝુંબેશ દરમિયાન રાજ્યમાં મોટા પાયે મતદારોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
73.73 લાખ મતદારોના નામ યાદીમાંથી દૂર :
રાજ્યમાં બીએલઓ (BLO) દ્વારા કરવામાં આવેલા ડોર ટુ ડોર સર્વે બાદ કુલ 73,73,327 મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. અગાઉ કુલ 5.08 કરોડ મતદારો હતા, જે હવે ઘટીને 4.34 કરોડ થયા છે. નામ દૂર કરવા પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:
અવસાન પામેલા: 18.07 લાખ
કાયમી સ્થળાંતર: 40.25 લાખ
બે જગ્યાએ નોંધણી: 3.81 લાખ
ગેરહાજર અને અન્ય: આશરે 11.58 લાખ
નામ ન હોય તો શું કરવું? (મહત્વની તારીખો)
જો ડ્રાફ્ટ યાદીમાં તમારું નામ નથી અથવા કોઈ ભૂલ છે, તો ગભરાવાની જરૂર નથી. તમે 18 જાન્યુઆરી, 2026 સુધીમાં વાંધા-દાવા રજૂ કરી શકો છો
નવું નામ ઉમેરવા: જે યુવાનો 1 જાન્યુઆરી, 2026ના રોજ 18 વર્ષ પૂર્ણ કરે છે, તેઓ ફોર્મ નંબર 6 ભરીને નામ નોંધાવી શકે છે.
નામ કાઢવા અથવા વાંધા માટે: જો કોઈ નામ સામે વાંધો હોય તો ફોર્મ નંબર 7 ભરવાનું રહેશે.
વિગતોમાં સુધારો: નામ, સરનામું કે અન્ય વિગતો સુધારવા માટે ફોર્મ નંબર 8 ભરી શકાય છે.
તમામ અરજીઓનો નિકાલ 10 ફેબ્રુઆરી, 2026 સુધીમાં કરવામાં આવશે અને આખરી મતદાર યાદી 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ જાહેર થશે
SIR અભિયાન અને વિવાદ :
27 ઓક્ટોબરથી શરૂ થયેલું આ દોઢ માસનું અભિયાન ઘણું ચર્ચામાં રહ્યું હતું. કામના અતિશય ભારણને કારણે કેટલાક બુથ લેવલ ઓફિસરોના નિધનના સમાચારને પગલે વહીવટીતંત્ર સામે સવાલો પણ ઉઠ્યા હતા. જોકે, ચૂંટણી પંચે પારદર્શિતા જાળવી રાખવા માટે આ ડ્રાફ્ટ યાદી હવે જનતા માટે ખુલ્લી મૂકી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ