AMC સામેના બિલ્ડિંગના બે ગેરકાયદે માળ માટે વિવાદ
કોંગ્રેસના MLA ખેડાવાલા સહિત સ્થાનિકોનો ડિમોલિશન અટકાવવાનો પ્રયાસ

AMC સામેના બિલ્ડિંગના બે ગેરકાયદે માળ માટે વિવાદ

AMC સામેના બિલ્ડિંગના બે ગેરકાયદે માળ માટે વિવાદ
અમદાવાદ શહેરના દાણાપીઠ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસની સામે જ છ માળના ગેરકાયદે બાંધકામમાં બે માળને આજે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સલમાન એવન્યુ બિલ્ડિંગના ચાર માળમાં લોકો રહે છે, જ્યારે એક માળ હાલ ખાલી છે. ત્યારે AIMIMના બે કોર્પોરેટર દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મિલન શાહને ઘેરીને આ બાંધકામને રોકવા માટેનું દબાણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં SP, 2 PI અને 100થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કાર્ય ચાલી રહ્યું છે.
AIMIMના બે કોર્પોરેટર દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મિલન શાહને ઘેરીને આ બાંધકામને રોકવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ઘટનાસ્થળ ઉપર હાજર છે અને તેમના દ્વારા આ દબાણ હાલપૂરતું રોકવામાં આવશે નહીં, આ બાબતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે તેમણે કહ્યું હતું. કોર્ટમાં કોઈ હજી સુધી નિર્ણય આવ્યો નથી, તેથી હાલ બાંધકામ તોડવાની કામગીરી ચાલુ રહેશે એમ કહેવામાં આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને ઘેરીને બાંધકામ રોકવાની માગ કરવામાં આવી રહી છે.
આજે સવારે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા 100થી વધારે પોલીસકર્મચારીઓ અને ફાયરબ્રિગેડના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મકાન ખાલી કરાવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દરમિયાન એક મહિલાની તબિયત ખરાબ થતાં 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે જમાલપુર વિસ્તારમાં સલમાન એવન્યુ નામના બિલ્ડિંગના બે માળ જે ગેરકાયદે છે એને આજે સવારથી તોડવા માટે એસ્ટેટ વિભાગની ટીમ આવી છે, પરંતુ અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદે બાંધકામો થયેલાં છે. ત્યારે એક જ જગ્યાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ