ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો આજ તા. 15 ડિસેમ્બરથી શુભારંભ
આગામી 45 દિવસ દરમિયાન રાજ્યના 18,464 ગામોના આશરે એક કરોડથી વધારે ખેતીલાયક પ્લોટનો સર્વે કરાશે

ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો આજ તા. 15 ડિસેમ્બરથી શુભારંભ

ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો આજ તા. 15 ડિસેમ્બરથી શુભારંભ
ગાંધીનગર: ભારત સરકારશ્રી દ્વારા વર્ષ 2024-25 થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ 2024-25 સીઝનનો ડિજિટલ ક્રોપ સર્વે ગત તા. 25 ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
હવે રવિ સીઝન શરૂ થતા રાજ્યના 33 જિલ્લાના તમામ ખેતર માટે રવિ ૨૦૨૪-૨૫ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આજ તા. 15મી ડિસેમ્બરથી રાજ્યભરમાં 45 દિવસ સુધી જે-તે ગ્રામ્ય લેવલે પસંદ કરેલ સર્વેયર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના 33 જિલ્લાના 18,464 ગામોમાં તમામ ખેતીલાયક વિસ્તારના આશરે એક કરોડથી વધારે સર્વે પ્લોટને આવરી લેવાશે.
આ ડિજિટલ ક્રોપ સર્વેના લીધે જે અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નં. 12 ની નોંધણી કરવામાં આવતી હતી, જે પૂરે પૂરી થતી નહોતી, જે ડિજિટલ ક્રોપ સર્વે થકી જે-તે સર્વે નંબર ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં 100% પાણીપત્રક નમૂના નં. 12માં નોંધણી થશે. જેથી નમૂના નં. 12માં પાકની નોંધણી સદર બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ