રાજ્યમાં હોળી, ધૂળેટી અને રમજાનના તહેવારોમાં સુરક્ષા અને શાંતિ જાળવવા તાકીદ
DGP એ વીડિયો કોન્ફરન્સથી પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિક્ષકોને સૂચના આપી

સ્થાનિક કક્ષાએ શાંતિ સમિતિની બેઠકો કરી સોશિયલ મીડિયા મોનિટરિંગ કરવા તાકીદ

સ્થાનિક કક્ષાએ શાંતિ સમિતિની બેઠકો કરી સોશિયલ મીડિયા મોનિટરિંગ કરવા તાકીદ
સુરેશ વણોલ, અમદાવાદ
ગુજરાતમાં ચાલુ સપ્તાહે હોળી અને ધૂળેટીના તહેવાર આવી રહ્યા છે. જ્યારે રમજાન મહિનો ચાલુ હોવાથી સુરક્ષા અને શાંતિ જાળવવા માટે દરેક પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકોને DGP એ તાકીદ કરી છે. સ્થાનિક કક્ષાએ શાંતિ સમિતિની બેઠકો યોજી સોશિયલ મીડિયા મોનિટરિંગ સઘન બનાવવા DGP વિકાસ સહાયે સૂચના આપી છે.
રાજ્યના નાગરિકો સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે બુધવારે પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિક્ષકો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. હોળી, ધૂળેટી અને રમજાન મહિનાના તહેવારોને ધ્યાનમાં લઈ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ શાંતિ અને સલામતીનું વાતાવરણ બની રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં તહેવારો દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને તેને નિવારવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. વીડિયો કોન્ફરન્સમાં સ્થાનિક કક્ષાએ શાંતિ સમિતિની બેઠકો યોજી સમન્વય અને સહકાર સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં વિવિધ સમુદાય સાથે સંવાદ સાધી જરૂરી તકેદારી રાખવા તાકીદ કરી હતી.
ભીડભાડવાળી જગ્યાઓ અને ધાર્મિક સંસ્થાઓ પર જરૂરી બંદોબસ્ત રાખવા અને સંવેદનશીલ સ્થળોએ પૂરતો પોલીસ ફોર્સ મૂકીને સુરક્ષા વધારવા DGPએ વીડિયો કોન્ફરન્સમાં તાકીદ કરી હતી. ખોટી માહિતી અને અફવાઓને રોકવા સ્થાનિક લેવલથી સોશિયલ મીડિયા પર મોનિટરિંગ રાખવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર ન પહોંચે તે માટે સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવા સૂચના આપી હતી.
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નાકા પોઇન્ટ્સ પર સઘન વાહન ચેકીંગ કરવા તેમજ ભીડવાળા વિસ્તારમાં ખાસ ‘SHE’ ટીમો તૈનાત કરી ચેકિંગ વધારવા તેમજ સતત પેટ્રોલિંગ કરી પોલીસ વાહનોની હાજરી દ્વારા લોકોમાં સુરક્ષાની ભાવના જાળવવા વિકાસ સહાયે સૂચના આપી હતી. વિકાસ સહાયે તમામ પોલીસ અધિકારીઓને આ મુદ્દાઓના આધારે આયોજન કરી, સંકલન સાધીને સલામતીના પગલાં લેવા તાકીદ કરી હતી. તહેવારોના સમયે શાંતિ અને સૌહાર્દની સ્થિતિ જળવાઈ રહે તે સુનિશ્વિત કરવા સૂચના આપી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.