હરણી બોટ કાંડ : પીડિત પરિવારોના એડવોકેટે કહ્યું.. ચૂકાદાથી બિલકુલ સંતોષ નથી
ચૂકાદાનો અભ્યાસ કરીને આગળનો નિર્ણય કરવાનું એડવોકેટ હિતેશ ગુપ્તાએ જણાવ્યું

ચૂકાદાનો અભ્યાસ કરીને આગળનો નિર્ણય કરવાનું એડવોકેટ હિતેશ ગુપ્તાએ જણાવ્યું

ચૂકાદાનો અભ્યાસ કરીને આગળનો નિર્ણય કરવાનું એડવોકેટ હિતેશ ગુપ્તાએ જણાવ્યું
દેશભરમાં ચકચાર જગાવનારા વડોદરાના હરણી બોટ કાંડનો ભોગ બનેલા પ્રત્યેક 12 માસૂમ બાળકોને 31 લાખ 65 હજાર 700 રુપિયા વળતર ચૂકવા તથા ભોગ બનેલી 2 શિક્ષીકાઓ પૈકી 1ને 11 લાખ 21 હજાર 900 તથા બીજી શિક્ષીકાને16 લાખ 68 હજાર 029 રુપિયા ચૂકવવા તથા 2 ઇજાગ્રસ્તને 50 હજાર ચૂકવવાનો કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટને વડોદરાના નાયબ કલેક્ટરે આદેશ કર્યો છે. આ આદેશ અંગે પીડિતોના વકીલ હિતેશ ગુપ્તાએ પ્રતિક્રીયાઆપી હતી કે હાલ આદેશ જોતાં અમને બિલકુલ સંતોષ નથી પણ નાયબ કલેક્ટરે ક્યાઆધારે અને કોને જવાબદાર ઠેરવ્યા છે તથાઅમારી કઇ રજૂઆતોને ગ્રાહ્ય રાખી છે તે તમામ પાસાની જાણકારી મેળવ્યા બાદ અમે આગામી રણનીતિ નક્કી કરીશું. હિતેશ ગુપ્તાએ કહ્યું કે નાયબ કલેક્ટરે આજે વળતરનો ચૂકાદો ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં હવે વધુ સુનાવણી થશે. આ મામલમાં પાલિકા, સનરાઇઝ સ્કૂલ અને સરકારની જવાબદારી બને છે તે બાબતની રજૂઆતો કરીશું. પીપીપી યોજનાના નામે ભ્રષ્ટાચાર કર્યો છે ત્યારે ભ્રષ્ટાચારના કાયદા મુજબ પણ કાર્યવાહી કરાય તેવી રજૂઆતો કરાશે. આવનારા દિવસોમાં ન્યાયની આ લડત ચાલુ હશે અને વળતરની રકમમા વધારો કરાય તેવી રજૂઆતો હાઇકોર્ટમાં કરાશે
ઉલ્લેખનિય છે કે 1 વર્ષ અગાઉ 18 જાન્યુઆરી 2024ની બપોરે વડોદરા શહેરના વાઘોડીયા રોડ સ્થિત ન્યુ સનરાઇઝ સ્કુલના બાળકોને પ્રવાસે અર્થે હરણી લેક ઝોન ખાતે લઇ જવામાં આવ્યા હતા. હરણી લેકમાં બોટની ક્ષમતા કરતા વધારે બેસાડી આખી બોટ પલ્ટી જતા 12 ભુલકાઓ અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો.કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારના કારણે આ માસૂમોનો ભોગ લેવાયો હતો.ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો અને કોર્ટના આદેશ બાદ મામલાી તપાસ કરાઇ હતી અને સાથે સાથે મૃતકોના પીડિતોના પરિવારને વળતર માટે પણ નાયબ કલેક્ટર સમક્ષ રોજે રોજ સુનાવણી શરુ કરાઇ હતી.
નાયબ કલેક્ટરની કોર્ટમાં પીડિતોના વકીલ હિતેશ ગુપ્તાએ તમામ મૃતક બાળકોને 5 કરોડનું વળતર મળે તથા શિક્ષીકાઓને તેમના પગાર મુજબનું વળતર મળે તે માટે રજૂઆતો કરી હતી.સુનાવણીમાં જ્યારે શાળા સંચાલકોએ લુચ્ચાઇ દાખવીને મૃત શિક્ષીકાઓની સહી સાથે ચેડાં કરીને બનાવાયેલું પગાર પત્રક જૂ ર્યું હતું જેથી સમગ્ર મામલો બહારઆવતા પીડિત પરિવારોએ રાવપુરા પોલીસ માં અરજી કરી હતી. અને શાળા સંચાલકો સામે પગલાં લેવાની માંગ કરી હતી.
દરમિયાન નાયબ કલેક્ટરે આજે વળતરઅંગેનો ચૂકાદો આપ્યો છે. નાયબ કલેક્ટરે 12 નિર્દોષ બાળકોના પ્રત્યેક પરિવારને 31 લાખ 65 હજાર 700 રુપિયા વળતર ચૂકવા આદેશ ક્યો હતો જ્યારે 2 મૃતક શિક્ષીકા પૈકી એક છાયાબેનને 11 લાખ 21 હજાર 900 અને ફાલ્ગુનીબેનને 16 લાખ 68 હજાર 029 રુપિયા ચૂકવવા આદેશ ક્યો હતો જ્યારે બે ઇજાગ્રસ્તને 50 હજારનું વળતર આપવા ચૂકાદો આપ્યો હતો. ઉપરાંત વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે વળતરની રકમ ચૂકવવા આદેશ આપ્યો હતો.
આ મામલે પ્રતિક્રીયા આપતાં પીડિત પરિવારના વકીલ હિતેશ ગુપ્તાએ કહ્યું હતું કે કોર્ટનો ચૂકાદો વંચાણે લઇશું. અમારી માગણી તો તથ્યો સાથેની વધારે વળતર મળે તેની છે. આ સામાન્ અકસ્માત ન હતો પણ પાલિકા અને કોન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે. તેથી અમને આ વળતરથીબિલકૂલ સંતોષ નથી. નાયબ કલેક્ટરે આ ચૂકાદો ક્યા આધારે આપ્યો છે અને કોને જવાબદાર ઠેરવ્યા છે તથા અમારી કઇ રજૂઆત ગ્રાહ્ય રખાઇ છે તેની ચકાસણી કર્યા બાદ આગળની કાર્યવાહી કરીશું
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.