અમદાવાદના ચંડોળા તળાવમાં ઘુસણખોરોના મકાનો તોડવાનું શરુ
લલ્લા બિહારીનું 2 હજાર વારનું ફાર્મહાઉસ પણ તોડવામાં આવ્યું

લલ્લા બિહારીનું 2 હજાર વારનું ફાર્મહાઉસ પણ તોડવામાં આવ્યું

લલ્લા બિહારીનું 2 હજાર વારનું ફાર્મહાઉસ પણ તોડવામાં આવ્યું
ગેરકાયદેસર ઘુસણખોરોનો અડ્ડો બની ગયેલા અમદાવાદના ચંડોળા તળાવમાં વહેલી સવારથી તંત્રની બુલડોઝર કાર્યવાહી શરુ થઇ છે, ગઇ રાતથી જ તંત્રની 50 જેસીબી સહિતની મશીનરી સ્થળ પર ગોઠવાઇ ગઇ હતી અને આજે સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે બુલડોઝર કાર્યવાહી શરુ થઇ છે. જો કે 18 જેટલા સ્થાનિકોએ હાઇકોર્ટનો પણ સંપર્ક કર્યો હોવાની જાણકારી મળી રહી છે.
બાંગ્લાદેશીઓને વસવાટ કરાવનાર લલ્લા ઉર્ફે બિહાર મેહબૂબ પઠાણની વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે મોડી રાત્રે ફરિયાદ નોંધી છે. તપાસમાં સામે આવ્યું છે કે તે બાંગ્લાદેશીઓને બોગસ ભાડા કરાર કરાવીને દસ્તાવેજ કરાવતો હતો. અમદાવાદના ચંડોળ તળાવમાં ગેરકાયદેસર વસાહતો બની ગઇ છે. પોલીસે બાંગ્લાદેશી ઘુસણખોરો સામે શરુ કરેલી કાર્યવાહી બાદ હવે બુલડોઝર કાર્યવાહી શરુ થઇ છે અને ઘુસણખોરોના ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગિરી હાલ ચાલી રહી છે. ચંડોળા તળાવ વિસ્તારમાંથી 890 શંકાસ્પદ લોકોની ચકાસણી કરાઇ હતી જેમાં 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઇ હતી અને તેમને ડિપોર્ટ કરવાની કામગિરી ચાલી રહી છે.
ખાસ કરીને ચંડોળા તળાવમાં વર્ષોથી ગેરકાયદેસર બાંધી દેવાયેલા મહેબુ પઠાણના ફાર્મહાઉસનો પણ સફાયો શરુ કર્ય છે. તેની સાથે ગની પથ્થરવાળા અને કાળુ મોમીનના ગેરકાયદેસર બાંધકામો પણ તોડ઼ી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે. આ સાથે માત્ર 45 મિનીટમાં લલ્લા બિહારીનું 2 હજાર વારનું ફાર્મહાઉસ પણ તોડવામાં આવ્યું હતું. ચંડોલા તળાવની અંદર બામ્બુ ઉપર કેટલાક લોકોએ મકાન બનાવી દીધા છે, જેના કારણે અડધું તળાવ પુરાઈ ગયું હોવાનું સ્થળ પર જોવા મળ્યું છે.
આ પણ વાંચો--- ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે સરકારનુ ડીપોર્ટ શસ્ત્ર
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.