વળતો પ્રહારઃ ગુજરાતમાંથી 438 પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવામાં આવશે
ગૃહ વિભાગે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ વિઝાની યાદી બનાવી તગેડવાનું આયોજન હાથ ધર્યુ

શોર્ટ ટર્મ વિઝા ઉપર ભરૂચમાં રહેલી મહિલાને અટારી બોર્ડરથી પાકિસ્તાન રવાના કરાશે

શોર્ટ ટર્મ વિઝા ઉપર ભરૂચમાં રહેલી મહિલાને અટારી બોર્ડરથી પાકિસ્તાન રવાના કરાશે
પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે વળતો પ્રહાર કરવાની તૈયારી કરી લીધી છે. ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને વહેલી તકે પાકિસ્તાનીઓને તગેડી મૂકવા કહ્યું છે. ત્યારે ગૃહ વિભાગે ગુજરાતમાં રહેતા પાકિસ્તાનીઓની યાદી બનાવીને હાંકી કાઢવા પ્રક્રિયા શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 438 પાકિસ્તાનીઓ લોંગ ટર્મ વિઝા ઉપર રહે છે.
જમ્મુ-કશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્રના ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાનને લગતા તમામ વિઝા રદ કરવાના નિર્દેશ આપ્યા છે. આ સંદર્ભે ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. તેમણે મુખ્યમંત્રીઓને કહ્યું કે શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાનના લોકોને પોતાના રાજ્યોમાંથી હટાવે. ગૃહમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.
ગુજરાતમાં 438 પાકિસ્તાની નાગરિકો લોંગ ટર્મ વિઝા ઉપર
ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની નાગરિકો હોવાનો ખુલાસો થયો છે. ગૃહ વિભાગે તૈયાર કરેલી યાદીમાં અમદાવાદમાં સૌથી વધુ 77, સુરતમા 44 અને કચ્છમાં 50 પાકિસ્તાની નાગરિકો લોંગ ટર્મ વિઝા ઉપર છે. જ્યારે 7 નાગરિકો શોર્ટ ટર્મ વિઝા પર છે. અમદાવાદમાં 5 તેમજ ભરૂચ અને 1 વડોદરામાં 1-1 પાકિસ્તાની નાગરિકો શોર્ટ ટર્મ વિઝા ઉપર છે. ગુજરાતમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોને તગેડી મૂકવા કવાયત શરૂ કરાઈ છે.
ગાંધીનગર જિલ્લામાં 29 પાકિસ્તાની નાગરિકો
ગાંધીનગર જિલ્લામાં 29 પાકિસ્તાનીઓ હોવાનો રિપોર્ટ કરાયો છે. ગાંધીનગર શહેર, કલોલ, માણસા અને દહેગામમાં પાકિસ્તાની નાગરિકો રહેતા હોવાની વિગતો મળી છે. ગૃહ મંત્રાલયના આદેશ બાદ રાજ્ય સરકારે એક્શનમાં આવીને ATS અને SOG સહિતની ટીમોને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. તમામ પાકિસ્તાનીઓને નિયત સમયમાં રવાના કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા તમામને ભારત છોડીને ચાલ્યા જવાનો આદેશ આપ્યો છે.
ભરૂચની એક મહિલાને પાકિસ્તાન રવાના કરાઈ
ભરૂચની 71 વર્ષિય મહિલાને પાકિસ્તાન રવાના કરવામાં આવી છે. શોર્ટ ટર્મ વિઝા પર રહેલી શાહિદા બીબીને પાકિસ્તાન મોકલી દેવામાં આવી છે. આ મહિલાને અટારી બોર્ડરથી પાકિસ્તાન મોકલી દેવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે, પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકાર સતત એક્શન મોડમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા સંદર્ભે યોજાયેલી કેબિનેટ બેઠકમાં કડક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં ભારત સરકારે સૌથી પહેલા સિંધુ જળ સંધિને મુલતવી રાખી હતી. પાકિસ્તાનને ઔપચારિક પત્ર લખીને સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ વર્ષ 1960 થી અમલમાં છે. સિંધુ નદીને પાકિસ્તાનની જીવાદોરી માનવામાં આવે છે. પાકિસ્તાનની 21 કરોડથી વધુ વસતી સિંધુ અને તેની ચાર ઉપનદીઓના પાણી ઉપર નિર્ભર છે.
આ ઉપરાંત અટારી બોર્ડરને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં રહેતાં પાકિસ્તાની નાગરિકોને અટારી બોર્ડરથી પરત ફરવા 1 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત પાકિસ્તાની સંરક્ષણ સલાહકારોને દેશ છોડવા એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. બંને હાઈ કમિશનમાં તૈનાત કર્મચારીઓની સંખ્યા 50 થી ઘટાડીને 30 કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા અને 17 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.