જલારામ બાપાના અપમાન મુદ્દે બોલ્યા પરિમલ નથવાણી
સ્વામી તાત્કાલિક વીરપુર આવી માફી માંગી જાય

પરિમલ નથવાણી

પરિમલ નથવાણી
સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી એ સંત શિરોમણી જલારામ બાપા વિશે કરેલા વિવાદીત નિવેદનનો વિવાદ સમવાનું નામ નથી લઈ રહ્યો. સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપાના કરેલા અપમાનનો ચારેતરફ વિરોધ થઈ રહ્યો છે. લોહાણા સમાજમાં ચારેતરફ રોષ ભભૂકી રહ્યો છે. જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી લીધી છે, પરંતુ લોહાણા સમાજ માફ કરવાના મૂડમાં નથી. ત્યારે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આ અંગે ટ્વિટ કરી છે.
વીરપુર જલારામ બાપા વિશે સ્વામીની ટિપ્પણીના મામલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, સ્વામીએ વીરપુર આવીને માફી માંગવી જોઈએ. સ્વામી જ્ઞાન પ્રકાશે જલારામ બાપા વિશે અસત્ય ઉચારણ કરી લોહાણા સમાજ જે નહીં જલારામ ભક્ત સર્વ સમાજની લાગણી દુભાવી છે. સ્વામી તાત્કાલિક વીરપુર આવી માફી માંગી જાય.
પરિમલ નથવાણીએ કહ્યું કે, સંત શિરોમણી શ્રી જલારામ બાપાને માત્ર લોહાણા સમાજ જ નહી પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન સ્વરૂપ માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. પોતાના સંપ્રદાય કે કોઈ વ્યક્તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરે તેવા નિવેદનો કરીને જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે. લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારે તાત્કાલિક ધોરણે વીરપુર જલારામ બાપાના મંદિરમાં જઈને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ અને પશ્ચાતાપ કરી લોકોનો રોષ ઠારવો જોઈએ.
જલારામ બાપા વિશે જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ રાજ્યભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ જલારામ ભક્તો અને ઉગ્ર રીતે વિરોધ કરી રહ્યા છે. જોકે વાપીમાં જલારામ ભક્તોએ સંયમ દાખવી મોઢા પર કાળી પટ્ટી બાંધી મૌન વિરોધ કરી જ્ઞાન પ્રકાશ સ્વામી રૂબરૂ વીરપુર જઈ જલારામ બાપા ની માફી માંગે તેવી માંગ કરી હતી.
પરિમલ નથવાણીએ કહ્યું કે, સંત શિરોમણી શ્રી જલારામ બાપાને માત્ર લોહાણા સમાજ જ નહી પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન સ્વરૂપ માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. પોતાના સંપ્રદાય કે કોઈ વ્યક્તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરે તેવા નિવેદનો કરીને જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે. લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારે તાત્કાલિક ધોરણે વીરપુર જલારામ બાપાના મંદિરમાં જઈને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ અને પશ્ચાતાપ કરી લોકોનો રોષ ઠારવો જોઈએ.તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.