કામ પુરુ નહીં કરનારા કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરાશે
કોન્ટ્રાકટર સાંઘાણી ઈન્ફ્રાસ્ટ્રકટર પાંચ વર્ષ માટે બ્લેકલિસ્ટ

પ્રધાનમંત્રી આવાસ યોજના

પ્રધાનમંત્રી આવાસ યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ-૨૦૧૯માં રુપિયા ૫૯ કરોડના ખર્ચે થલતેજમાં ૧૧૯૦ આવાસ બનાવવા કોન્ટ્રાકટર સાંઘાણી ઈન્ફ્રાસ્ટ્રકચરને કામગીરી અપાઈ હતી.ત્યારે આવાસ બાંધવાની કામગીરી પુરી નહીં કરી શકતા કોન્ટ્રાકટરને પાંચ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા હાઉસીંગ કમિટી સમક્ષ દરખાસ્ત મંજુરી માટે મુકાઈ છે.ઉપરાંત બાકી રહેતી કામગીરી કોન્ટ્રાકટરના ખર્ચે કરાવાશે.
થલતેજ વોર્ડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વર્ષ-૨૦૧૯માં ૧૧૯૦ આવાસ બનાવવા કોન્ટ્રાકટર સાંઘાણી ઈન્ફ્રાસ્ટ્રકચરને કામગીરી અપાઈ હતી.૮૦ ટકા ઉપરાંત કામગીરી પુરી કર્યા બાદ કોન્ટ્રાકટરે બાકીની કામગીરી કરી નહીં શકે એમ મ્યુનિ.તંત્રને કહી કામગીરી અધુરી છોડી દીધી હતી. આઘાતજનક બાબત એ છે કે તૈયાર થયેલા આવાસો લાભાર્થીઓને ફાળવવા તંત્રે ડ્રો કરી દીધા પછી પણ લોકોને હજુ સુધી આવાસ મળી શકયા નથી.કોન્ટ્રાકટર પોતે આવાસ બનાવવાની કામગીરી પુરી કરી નહીં શકે એવી મ્યુનિસિપલ તંત્રમાં લેખિત રજુઆત કરતા કોન્ટ્રાકટરને તંત્ર તરફથી નોટિસ આપવામાં આવી હતી.હાઉસીંગ કમિટી સમક્ષ મંજુરી માટે મુકવામાં આવેલી દરખાસ્ત મુજબ, કોન્ટ્રાકટર દ્વારા ભરવામાં આવેલી સિકયોરીટી ડિપોઝીટ તથા રનીંગ બીલમાંથી કાપવામાં આવેલ રીટેન્શનમનીની રકમ તથા આ કામ પેટે મ્યુનિ.ને તેઓની લહેણી નીકળતી અન્ય તમામ રકમ ઈજનેર અનામત ખાતે જમા લેવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ