ચોરવાડ વિસ્તારમાં ખનીજ ચોરી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના ધરણાં
ધારાસભ્યએ કરેલી રજૂઆત બાબતે રાજ્ય સરકારના મંત્રીએ ઉડાઉ જવાબ આપ્યો હતો

ખનીજ માફિયાઓને રાજ્ય સરકાર છાવરી રહી હોવાનો કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ

ખનીજ માફિયાઓને રાજ્ય સરકાર છાવરી રહી હોવાનો કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ
સુરેશ વણોલ, અમદાવાદ
ચોરવાડ વિસ્તારમાં મોટાપાયે ખનીજ ચોરી થઈ રહી હોવાની અને ખનીજ માફિયા બેફામ થયા હોવાની કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તાજેતરમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆત કર્યા બાદ યોગ્ય જવાબ નહી મળતાં વિમલ ચુડાસમાએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો.
ધારાસભ્યના પ્રશ્ન બાબતે મંત્રીએ ઉડાઉ જવાબ આપતાં વિમલ ચુડાસમા વિધાનસભાના પગથિયે ધરણાં ઉપર બેસી ગયા હતા. વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ રાજ્યમાં થઈ રહેલા ગેરકાયદે ખનન મામલે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચોરવાડ વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ થયા હોવાનો આક્ષેપ કરી વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો. અગાઉ તેમણે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી. સત્રના છેલ્લા દિવસે પ્રશ્નોત્તરી બાદ ફરી વિમલ ચુડાસમાએ ગૃહમાં મુદ્દો ઉઠાવતાં રાજ્ય સરાકરે ખનીજ ચોરીના આક્ષેપને ફગાવી દઈ ઉડાઉ જવાબ આપ્યો હતો.
તેથી વિમલ ચુડાસમાએ વિરોધ કરતાં સાર્જન્ટોએ ગૃહની બહાર કાઢી મૂક્યા હતા. ગૃહની બહાર કાઢતા વિમલ ચુડાસમા વિધાનસભાના પગથિયે ધરણાં પર બેસી ગયા હતા. સરકાર ખનીજ માફિયાઓને છાવરી રહી છે અને ખનીજ માફિયાઓથી સરકાર કેમ ડરે છે? એવા પોસ્ટર સાથે વિરોધ કરી તપાસ કરવામાં આવે તો 200 થી 300 કરોડની ખનીજ ચોરી પકડાવાનો દાવો કર્યો હતો. અગાઉ ખનીજ માફિયાના નામ સાથે લેખિતમાં જિલ્લાના તંત્રને જાણ કરી હોવાનો પણ ચુડાસમાએ દાવો કર્યો હતો.
વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, રાજ્યમાં ચારે તરફ રેતી, માટી અને ખનીજની મોટાપાયે ચોરી થઈ રહી હોવાના પુરાવા આપ્યા છે. અમારા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તેમના વિસ્તારમાં થતી ખનીજ ચોરી બાબતે અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થઈ નથી.
તેમણે ઉમેર્યુ કે, શુક્રવારે વિધાનસભામાં મંત્રીએ ઉડાઉ જવાબ આપ્યો હતો. રાજ્યમાં કોઈ જિલ્લો એવો નથી કે જ્યાં ગેરકાયદે ખનન ન થતું હોય. રાજ્ય સરકારનું મોટું તંત્ર છે. પોલીસ છે, ખનીજ વિભાગ છે. તંત્ર સરકારનું હોવા છતાં ગેરકાયદે ખનન અટકતું નથી. ગૃહમાં વિમલભાઈ એ રજૂઆત કરતા તેમને સાર્જન્ટ દ્વારા બહાર કાઢી મૂકવામાં આવ્યા. ખનન માફિયાઓ બેફામ થયા છે. જાહેરમાં એવું કહી રહ્યા છે કે છેક ઉપર સુધી હપ્તા આપવામાં આવે છે.
ધારાસભ્ય વિમલ ચુડાસમાને ગૃહમાંથી બહાર કાઢવા મુદ્દે ચાવડાએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યુ કે, પ્રજાના પ્રતિનિધિઓની વાત અધિકારીઓ ના સાંભળે, સરકાર ના સાંભળે અને ગૃહમાં પણ ના બોલવા દે તો પ્રજાના પ્રતિનિધિ ક્યાં જાય..?, ગમે તેવા ચમરબંધીને છોડવામાં નહી આવે, હું ખાતો નથી અને ખાવા દેતો નથી. એવી વાતો કરનારા ફકત વાતો જ કરે છે. સરકારમાં બેઠેલા લોકોના આશિર્વાદ સિવાય ગેરકાયદે ખનન શક્ય નથી.
ઉલ્લેખનીય છે કે, સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ 17 માર્ચના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીને ચોરવાડ પંથકમાં લાઈમ સ્ટોનનું ગેરકાયદે ખનન થઈ રહ્યું હોવાની રજૂઆત કરી હતી. આ પત્રમાં તેમણે ખનીજ માફિયા પ્રવિણ રાઠોડ અને લલિત રાઠોડ દ્વારા ગેરકાયદે ખોદકામ કરી કરોડો રૂપિયાની બિલ્ડીંગ લાઈમ સ્ટોન ખનીજની ચોરી થઈ રહી હોવાનું જણાવ્યું હતુ.
ખનીજ માફિયાઓ દ્વારા અધિકારીઓને લાખો રૂપિયાનો હપ્તો આપવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તેમણે રજૂઆત કરી હતી તેવા તમામ અધિકારીઓનો નામજોગ ઉલ્લેખ કર્યો હતો. તેમ છતાં હજુ સુધી કાર્યવાહી નહી કરવામાં આવતાં સરકારની પારદર્શક કામગીરીના દાવાની પોલ ઉઘાડી પડી ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.