હાસ્ય કલાકાર હકાભા ગઢવીની હૈયાવરાળ..સરકાર આટલુ કરે છે તો...
સરકારી હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી, હકાભા ગઢવીએ ખોલી પોલ

સરકારી હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી, હકાભા ગઢવીએ ખોલી પોલ

સરકારી હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી, હકાભા ગઢવીએ ખોલી પોલ
જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી ઉજાગર કરીને સરકારને પુરતું ધ્યાન આપવા અપીલ કરી છે. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ડોક્ટરો પુરતું ધ્યાન આપતા નથી તેવો ચોંકાવનારો આરોપ લગાવીને હકાભા ગઢવીએ જણાવ્યું છે કે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરો મોડા આવે છે અને દર્દીઓને ભારે પરેશાન અને હાલાકી ભોગવવી પડે છે. ડોક્ટરો યોગ્ય વર્તન પણ દર્દીઓ કે તેમના સગાઓ સાથે કરતા નથી . તેમણે વીડિયો જાહેર કરીને આરોપ લગાવ્યો છે કે તેમની સાથે જ આવો કડવો અનુભવ 15 દિવસ પહેલા થયો છે અને સરકારને પણ આ લોકો ગાંઠતા નથી.
હકાભા ગઢવીએ પોતાની વ્યથા સંભળવાતા કહ્યું કે સિવીલના ડોક્ટરો મંત્રીને પણ ના ગાંઠે તેવા છે. પોતાનો અનુભવ વર્ણવતા હકાભાએ કહ્યું કે 15 દિવસ પહેલા તેમની બહેન રાજકોટથી હળવદ ચાલતા જતા હતા અને રસ્તામાં તેમને ગાડીવાળા એ ઉડાડી દીધા હતા જેથી તે બેભાન થઇ જતાં તત્કાળ તેમને મોરબી સિવીલ લઇ ગયા હતા અને મોરબી સિવીલમાંથી તેમને રાજકોટ સિવીલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. આની જાણ મને થતાં હું પણ રાજકોટ સિવીલમાં પહોંચ્યો હતો પણ મને અત્યંત ખરાબ અનુભવ થયો છે. સરકાર દવા આપે છે, બધી સુવિધા ઉભી કરે છે પણ હવે સિવીલ હોસ્પિટલમાં સરકાર થોડુ ધ્યાન આપે તે જરુરી છે. 5 કલાક રાહ જોયા બાદ તેમના બહેનની સ્થિતી ગંભીર હોવા છતાં 5 કલાકની રાહ જોયા બાદ તેમને સિટી સ્કેન કરાયુ હતું.
તેમણે વીડિયોમાં કહ્યું કે મે ત્યાં કહ્યું કે હું હકાભા ગઢવી છું અને આ દર્દી સિરીયસ છે તો તેમને સારવાર શરુ કરો તો ત્યાંથી મને જવાબ આપ્યો કે તમે બેસી જાવ..એ તો નંબર આવશે ત્યારે જ વારો આવશે. મગજનો ડોક્ટર પણ 3 કલાકે આવ્યો હતો. સરકારને મારે કહેવું છે કે ધ્યાન આપો. તમારો કોઇ માણસ મોકલો તો ખબર પડશે કે કેવી સર્વિસ મળે છે. તેમણે કહ્યું કે આ બધુ સીસી ટીવી કેમેરામાં રેકોર્ડ થયેલું છે. દરેક દર્દીને પુછો તો સાચી હકીકત ખ્યાલ આવશે. ડોક્ટરો યોગ્ય ધ્યાન આપતા નથી. હું તો મારા બહેનને પ્રાઇવેટમાં લઇ જઇશ પણ બિચારા ગરીબ દર્દીઓનું શું તેવો સવાલ તેમણે કર્યો હતો. સરકાર આ મામલે ચોક્કસ ધ્યાન આપે. મારી ઓળખાણ છે છતાં કામ થયું ન હતું. સરકારને ખબર જ નથી કે આ હોસ્પિટલમાં શું ચાલી રહ્યું છે. સરકારે આની નોંધ લેવી જરુરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.