લ્યો બોલો...લગ્નના 2 દિવસમાં જ યુવકનું અપહરણ
અડાલજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો મામલો

લ્યો બોલો...લગ્નના 2 દિવસમાં જ યુવકનું અપહરણ

લ્યો બોલો...લગ્નના 2 દિવસમાં જ યુવકનું અપહરણ
ગાંધીનગરમાં બનેલા એક બનાવે લોકોમાં ભારે ઉત્સુક્તા જગાવી છે કારણ કે અહીં પત્નીને તેડવા ગયેલા યુવકનું જ અપહરણ થઇ ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે જેની સાથે તેના 2 દિવસ પહેલા લગ્ન થયા હતા તે જ પત્નીએ તેનું અપહરણ કરાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ પણ નોંધાઇ છે. જાણવા મળેલી માહિતી મુજબ ગાંધીનગરના કોટેશ્વરમાં રહેતી પત્નીને તેડવા માટે તેનો પતિ પોતાના સાસરે ગયો હતો પણ તે પહેલાં જ તેનું અપહરણ થઇ ગયું હતું. એવી માહિતી સામે આવી છે કે યુવકના હજું 2 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા પણ યુવતીને તેનો પતિ ગમતો ન હતો અને તેનું કોઇ અન્ય યુવક સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું
પ્રેમ પ્રકરણના ભાગરુપે યુવકની પત્ની અને તેના પ્રેમીએ આ પ્લાન બનાવ્યો હતો. મામલો સામે આવતા પોલીસે યુવતી અને તેના પ્રેમી સહિત 4 લોકોની ધરપકડ કરી હતી પણ યુવકની ભાળ મળી ન હતી. યુવકનો પરિવાર પોલીસ સ્ટેશને પણ પહોંચ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો તથા યુવકને જલ્દી શોધી લેવાની માગ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ