ગુજરાતમાં કાશ્મીરનો અનુભવ કરાવતી ઠંડી
એક જ દિવસમાં 1થી 6 ડિગ્રી તાપમાન ઘટી જતાં લોકો ઠૂઠવાઈ ગયા,

ગુજરાતમાં કાશ્મીરનો અનુભવ કરાવતી ઠંડી

ગુજરાતમાં કાશ્મીરનો અનુભવ કરાવતી ઠંડી
રાજ્યમાં આગામી 72 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં ગાત્રો થીજવી દેતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આજે સવારથી જ રાજ્યમાં લોકો કાશ્મીર જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તાપમાનનો પારો એક જ રાતમાં 1થી 6 ડિગ્રી ઘટી જતાં લોકો ઠૂઠવાઈ ગયા છે. રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ, પરંતુ હાલમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. હાલમાં ધીમી અસરોથી ઠંડી વધતાં હવે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં કાતિલ ઠંડી પડી શકે છે. જોકે આગામી 16થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 72 કલાક ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા હવામાન વિભાગ આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત ડિસેમ્બર માસના અંતમાં એટલે કે 23 ડિસેમ્બર બાદ ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થશે, જે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી યથાવત્ રહેશે, એટલે કે આ વર્ષે ક્રિસમસ અને ન્યૂ યરની શરૂઆતમાં ગાત્રો થીજવતી ઠંડી માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેવું પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ