કચ્છમાં સાયરન વગાડી નાગરિકોને કરાયા એલર્ટ , સવારથી જ કચ્છ બોર્ડર પર હલચલ
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિમાં ગુજરાતના 15 જિલ્લાઓમાં એલર્ટ

કચ્છમાં સાયરન વગાડી નાગરિકોને કરાયા એલર્ટ

કચ્છમાં સાયરન વગાડી નાગરિકોને કરાયા એલર્ટ
ભારત-પાકિસ્તાન યુદ્ધને લઇને વહેલી સવારથી જ કચ્છ સરહદ પર હલચલ જોવા મળી રહી છે. અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તોડી પડાયું છે. નલિયાથી 22-25 કિમી દૂર નાની ધ્રુફી અને બેરાજા ગામની સીમના ખેતરમાં કાટમાળ પડ્યો છે. આ ડ્રોન છે કે મિસાઇલ તેની હાલ તપાસ થઈ રહી છે. તમામ નાગરિકો ઘરની અંદર સુરક્ષિત રહે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને કોઈ પણ અફવા પર ધ્યાન આપવું નહીં. ગભરાશો નહીં.
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિમાં ગુજરાતના 15 જિલ્લાઓમાં એલર્ટ જોવા મળ્યું છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લા હાઈઅલર્ટ મોડમાં છે. ત્યારે કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાનનું નાપાક કૃત્ય જોવા મળ્યું. કચ્છના સરહદી વિસ્તારોના ગામડાઓ પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. કચ્છના અબડાસા વિસ્તારના નાની ધુફી ગામમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ