મુખવાસમાં મરચું?
વડોદરામાં મુખવાસ ચેકિંગમાં શંકાસ્પદ મરચાંનો જથ્થો ઝડપાયો

વડોદરામાં મુખવાસ ચેકિંગમાં શંકાસ્પદ મરચાંનો જથ્થો ઝડપાયો

વડોદરામાં મુખવાસ ચેકિંગમાં શંકાસ્પદ મરચાંનો જથ્થો ઝડપાયો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોરાક શાખા દ્વારા હાથીખાના વિસ્તારમાં મુખવાસ અંગે ચેકિંગમાં નીકળેલી ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમને શંકાસ્પદ મરચાનો 700 કિલોનો જથ્થો મળી આવ્યો છે. જે તાત્કાલિક અસરથી જપ્ત કરી જ્યાં સુધી નમુનાનો રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી વેચાણ કરી શકશે નહીં તે પ્રમાણેનો તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા અને અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈદની સૂચનાથી આજે કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ હાથીખાના જથ્થાબંધ અનાજ કરિયાણાના બજારમાં ચેકિંગ માટે ગઈ હતી. જેમાં કલરવાળો મુખવાસ વેચાણ થઈ રહ્યો હોય તેનું ચેકિંગ કરવા ખાસ સુચના આપવામાં આવી હતી અને હાથીખાનામાં આવેલા ચાર વેપારી જય અંબે સ્ટોર પૂર્વી સ્ટોર, મધુવન અને ક્રિષ્ના સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કલર મુખવાસના બદલે 700 કિલો મરચું હલકી કક્ષાનો જથ્થો હોવાનું જણાવતા તાત્કાલિક અસરથી તે જપ્ત કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી વેપારી વેચાણ કરી શકશે નહીં તે રીતે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ મરચાની કિંમત રૂ.1,83,000 થાય છે તેમ ફૂડ ઇન્સ્પેક્ટર મંગુભાઈ રાઠવાએ જણાવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ