ગુજરાતમાં સૌથી વધુ ગેરરીતિની ફરિયાદોમાં મુખ્યમંત્રીના વિભાગ ટોચ પર
વિજિલન્સ કમિશનને સૌથી વધુ ગેરરીતિની ફરિયાદો શહેરી વિકાસ, મહેસૂલ અને ગૃહ વિભાગની મળી

ગુજરાતમાં સૌથી વધુ ગેરરીતિની ફરિયાદોમાં મુખ્યમંત્રીના વિભાગ ટોચ પર

ગુજરાતમાં સૌથી વધુ ગેરરીતિની ફરિયાદોમાં મુખ્યમંત્રીના વિભાગ ટોચ પર
ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્ર દરમિયાન વિજિલન્સ કમિશને રજૂ કરેલાં આંકડામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. વર્ષ 2024માં ગુજરાતમાં વિજિલન્સ કમિશનને સૌથી વધુ ફરિયાદ મુખ્યમંત્રીના વિભાગોમાંથી મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંભાળતા હોય તેવા શહેરી વિકાસ વિભાગ પ્રથમ ક્રમે, મહેસૂલ વિભાગ બીજા ક્રમે અને ત્રીજા ક્રમે ગૃહ વિભાગમાંથી સૌથી વધુ ગેરરીતિની ફરિયાદો મળી છે. ચોથા ક્રમે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તેમજ પાંચમા ક્રમે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ રહ્યો છે.
નિયમોના અમલમાં બેદરકારી, ટેન્ડર અને ખરીદ પ્રક્રિયામાં અનિયમિતતા, નાણાંકીય અનિયમિતતા જેવી ફરિયાદોનો વિજિલન્સ કમિશનમાં વધારો થયો છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગો તથા બોર્ડ નિગમોમાં અલગ અલગ પ્રકારની ગેરરીતિઓ થતી હોય છે. સ્થાનિક કક્ષાએ તેનો ઉકેલ ન આવતા નાગરિકો વિજિલન્સ કમિશનને ફરિયાદો મોકલતા હોય છે.
વર્ષ 2024માં વિજિલન્સ કમિશનને સૌથી વધુ ફરિયાદ મુખ્યમંત્રીના વિભાગોની મળી છે. સૌથી વધુ ફરિયાદોમાં પ્રથમ ક્રમે શહેરી વિકાસ વિભાગ, બીજા ક્રમે મહેસૂલ વિભાગ, ત્રીજા ક્રમે ગૃહ વિભાગ, ચોથા ક્રમે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, પાંચમા ક્રમે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આવ્યો છે. અપ્રમાણસર મિલકતો તેમજ અનપેક્ષિત માગણી સંદર્ભેની ફરિયાદો પણ વિજિલન્સ કમિશનને મળી છે.
વિધાનસભામાં વિજિલન્સ કમિશને મૂકેલા આંકડાઓમાંથી આ વિગતો સામે આવી છે. વિજિલન્સ કમિશને રજૂ કરેલા આંકડા અનુસાર વર્ષ 2024ના નવ મહિનામાં એટલે કે 30મી સપ્ટેમ્બર 2024 સુધી સ્ટેટ વિજિલન્સ કમિશન(તકેદારી આયોગ)ને ગેરરીતિ કે અનિયમિતતાની 7,709 ફરિયાદો મળી છે. જેમાં સૌથી વધુ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની ફરિયાદો છે.
વર્ષ 2023માં 11,996 ફરિયાદો મળી હતી. જેમાં સૌથી વધુ 19 ટકા ફરિયાદો એટલે કે 2,171 ફરિયાદો શહેરી વિકાસ વિભાગની મળી હતી. જ્યારે આ વર્ષે 2, 247 ફરિયાદો મળી છે. વર્ષ 2022માં 12,608 નાગરિકોએ વિજિલન્સ કમિશનને ફરિયાદો કરી હતી. વિધાનસભામાં જાહેર થયેલા આંકડાઓ મુજબ સૌથી વધુ શહેરી વિકાસ વિભાગની 2,996 અરજીઓ મળી હતી. ગેરરીતિઓ અને સત્તાના દુરૂપયોગની જે અરજીઓ સરકારને મળી છે તેમાં સૌથી વધુ અરજીઓ શહેરી વિકાસ વિભાગની મળી છે.
વિધાનસભામાં આંકડા રજૂ કર્યા બાદ વિજિલન્સ કમિશને નોંધ્યુ છે કે, સૌથી વધુ ફરિયાદો મળી છે તેવા વિભાગોમાં ફરિયાદ નિવારણ પદ્ધતિ અને કાર્યવાહીની પ્રક્રિયાને મજબૂત કરવાની જરૂરિયાત છે. જ્યારે આવા વિભાગોમાં પૂર્ણ સમયના મુખ્ય તકેદારી અધિકારીની નિમણૂક તેમજ શહેરી વિકાસ વિભાગમાં ટેકનિકલ ક્ષતિઓ સંબંધિત ફરિયાદો ધરાવતા વિભાગમાં ટેકનિકલ અધિકારીઓને સમાવતું અલગ એકમ ઊભું કરવા માટે વિચારણા થવી જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.